આમચી મુંબઈમહારાષ્ટ્ર

Zaveri Bazaar Alert: મુંબઈ પોલીસે કરી આ સ્પષ્ટતા

મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈમાં ચૂંટણી પૂર્વે તહેવારોને લઈ લોકોની ચહલપહલમાં વધારો થયો છે, જ્યારે માર્કેટમાં સોનાચાંદીની ચમક વધી છે ત્યારે આજે અચાનક ઝવેરી બજારમાં એક વાઈરલ મેસેજ લોકોના જીવ પડિકે બંધાઈ ગયા હતા.

સ્થાનિકો લોકોની સાથે વેપારીઓને મળેલા એક મેસેજને કારણે લોકો સતર્ક બન્યા હતા. એટલું જ નહીં, માર્કેટમાં કાર-બાઈકથી અવરજવર કરવાની સાથે પાર્કિંગ માટે પણ અમુક પ્રતિબંધો લાદવાની સાથે ક્રોફડ માર્કેટ અને ભૂલેશ્વરમાંથી ફેરિયાઓને હટાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ઝવેરી બજાર, પાયધૂની, મસ્જિદ બંદર સહિત અન્ય વિસ્તારોમાં અમુક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, જ્યારે વાતાવરણ તંગ હોવાના મેસેજ ફરવા લાગ્યા હતા. જોકે, આ બાબતને લઈ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસન દ્વારા મોક ડ્રિલ યોજવામાં આવશે. હાલમાં અમુક પ્રતિબંધો મૂકવામાં આવ્યો છે.

આપણ વાંચો: નવી મુંબઈમાં લોકસભાની ચૂંટણી વખતે બંદોબસ્ત માટે 4,000 પોલીસકર્મી તહેનાત

જોકે, નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારોને ખાસ કરીને સુરક્ષા સંબંધિત વિવિધ ગતિવિધિઓ પર નજર રાખવાના ભાગરુપે મુંબઈના મહત્ત્વના માર્કેટ યા સ્પોટ પર મોક ડ્રિલ યોજવામાં આવતી હોય છે, જે એક રેગ્યુલર એક્સરસાઈઝ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સતર્કતાના કારણોસર માર્કેટના પરિસરમાં અમુક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હોવાના અહેવાલોને લઈ લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો, જ્યારે અમુક લોકોએ સોશિયલ મીડિયા પર પણ વીડિયો અને મેસેજ વાઈરલ કર્યા હતા. બજારમાં મોટી સંખ્યામાં પોલીસના પેટ્રોલિંગની સાથે મોક ડ્રિલ યોજવાના મેસેજ પણ મળ્યો હતો.

બીજી બાજુ અમુક લોકોએ બોમ્બ મૂક્યાના મેસેજ પણ ખોટો હોવાનું જણાવ્યું હતું. માર્કેટમાં લોકોની ચહલપહલ પણ નિયંત્રિત હોવાની સાથે ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…