રેલવેમાં નોકરીને નામે યુવાનો સાથે 56 લાખની છેતરપિંડી: ત્રણ સામે ગુનો

થાણે: ભારતીય રેલવેમાં નોકરી અપાવવાને બહાને ચાર યુવાન સાથે 56 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બદલાપુરના રહેવાસી ચારેય યુવાનને આરોપીઓએ રેલવેના બનાવટી દસ્તાવેજો પધરાવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
યુવાનોનો વિશ્ર્વાસ સંપાદન કર્યા બાદ સપ્ટેમ્બર, 2020થી જુલાઇ, 2024 દરમિયાન આરોપીએ તેમની પાસેથી પૈસા લીધા હતા. બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે યુવાનોએ જ્યારે નોકરી અંગે પૂછપરછ કરી ત્યારે આરોપીઓ તેમને ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા.
આપણ વાંચો: સારા વળતરની લાલચે મહિલા સાથે 3.75 કરોડ રૂપિયાની છેતરપિંડી…
યુવાનોને અપાયેલા દસ્તાવેજોની ચકાસણી કરાતાં તે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં યુવાનોએ બદલાપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેમની ફરિયાદને આધારે પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જે મુંબઇ, બદલાપુર અને ઝારખંડના વતની છે. (પીટીઆઇ)