આમચી મુંબઈમહારાષ્ટ્ર
કલ્યાણમાં સગીરાનો વિનયભંગ કરવા બદલ યુવકની ધરપકડ

થાણે: કલ્યાણમાં રહેણાક ઇમારતમાં 13 વર્ષની સગીરાનો વિનયભંગ કરવાના આરોપસર પોલીસે શનિવારે યુવકની ધરપકડ કરી હતી. કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ)એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આરોપીની ઓળખ મહેશ ચવાણ તરીકે થઇ હોઇ તે શુક્રવારે રાતના ઇમારતના પરિસરમાં સાઇકલ ચલાવી રહેલી સગીરા પાસે ગયો હતો અને તેનો વિનયભંગ કર્યો હતો. સગીરા ત્યાંથી ભાગીને પોતાના ઘરે પહોંચી હતી અને તેણે માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. આથી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)