સુપ્રિયા સુળેએ અજિત પવાર અને ભાભીને શા માટે હવે ખરીખોટી સંભળાવી?

મુંબઈ: આ વર્ષની લોકસભાની ચૂંટણી ખૂબ જ રસાકસીભરી હશે, કારણ કે મહારાષ્ટ્રમાં વર્ષોથી વગ ધરાવતા ચૂંટણી પક્ષોના બબ્બે ફાંટા પડી ગયા છે. પછી તે ઉદ્ધવ ઠાકરેની શિવસેના હોય કે પછી શરદ પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના બે ફાંટા પડી ગયા છે, તેમાં પણ પવાર કુટુંબની વચ્ચે પડેલા બે ફાંટાના કારણે એક પ્રકારે કુટુંબ વચ્ચે સંગ્રામ ચાલ્યો હોય તેવી સ્થિતિ છે. શરદ પવાર જૂથના સાંસદ તેમ જ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ પોતાના ભાઈ અને તેની પત્ની પર આકરા પ્રહાર કરીને ટીકા કરી હતી.
તેમણે પોતાના ભાઇ અજિત પવાર ઉપર નિશાન તાકતા તેમની પત્ની ઉપર પણ પ્રહાર કર્યા હતા. સુળેએ અજિત પવારની પત્ની સુનેત્રા ઉપર હુમલો કરતા જણાવ્યું હતું કે હું પોતે મત માગી રહી છું. હું મારા પતિ સદાનંદ સુળેને મત માગવા માટે ફરી રહી નથી.
સંસદની અંદર પત્ની જાય અને પતિ કેન્ટિનની બહાર પર્સ લઇને બેસવું પડશે. સંસદમાં નોટપેડ ચલાવવું પડે છે મેડમ, પર્સ નહીં. આવી ખરીખોટી સુપ્રિયા સુળેએ પોતાની ભાભી સુનેત્રા ઉપર પ્રહાર કર્યો હતો.
પુણેમાં જનસભાને સંબોધિત કરતા સુળેએ જણાવ્યું હતું કે આપણા લગ્ન એટલે આતી ક્યા ખંડાલા? ખંડાલાની નીચે પતિ અને ઉપર હું. મારો પતિ કેમ અહીંયા હોય? મારો પતિ અહીંયા આવીને ભાષણ કરે શું એ તમને મંજૂર છે? મારો પતિ કેન્ટિનમાં બેસે?
આમ તો મારો પતિ આવતો નથી પણ જે પતિને એવી ઉત્સુકતા હોય તે પત્નીની રાહ જોતા કેન્ટિનમાં પર્સ લઇને બેઠા રહે. અજિત પવાર ઉપર નિશાન તાકતા સુળેએ આ નિવેદન આપ્યું હતું. અજિત પવારના પત્ની સુનેત્રા રાજકીય વર્તૃળોમાં સક્રિય થઇ ગયા હોવાથી સુળેએ તેમના તરફ નિશાન તાક્યું હતું.