UPSCમાં નિષ્ફળ રહેવા છતાં અમરાવતીનો ઉમેદવાર શા માટે ચર્ચામાં આવ્યો?

મુંબઈ: સિવિલ સર્વિસ 2023ની પરીક્ષામાં લખનઊના આદિત્ય શ્રીવાસ્તવ UPSCમાં ટોપ કરીને ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ જ યુપીએસસી (UPSC)ની પરીક્ષામાં સફળ નહીં રહેનારા મહારાષ્ટ્રના અમરાવતીનો કુણાલ આર. વિરુલકર પણ ચર્ચામાં રહ્યો છે. કુણાલે લખેલી એક પોસ્ટને લીધે તે પણ ચર્ચામાં આવ્યો છે.
2023માં યોજાયેલી યુપીએસસી પરીક્ષામાં સફળતા નહીં મળતા કુણાલ વિરુલકરે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ X પર એક હસ્તી તસવીર શેર કરીને લખ્યું હતું કે 12 વખતના પ્રયાસ, સાત મેન્સની પરીક્ષા અને પાંચ વખત ઇન્ટરવ્યૂ. સિવિલ સર્વિસ પરીક્ષા કરવાનો સંઘર્ષની તસવીર વાઈરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી કુણાલે પોસ્ટ કરીને લખ્યું હતું કે 12 અટેમ્પ્ટ, સાત મેન્સ અને પાંચ ઇન્ટરવ્યુ, નો સિલેક્શન. શાયદ જિંદગી કા દુસરા નામ હી સંઘર્ષ હૈ.
ભારતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસ પરીક્ષા આપે છે, પણ તેમાંથી ખૂબ જ ઓછા વિદ્યાર્થી સફળ થાય છે અને નિષ્ફળ રહેનારા વિદ્યાર્થીઓ નિરાશ થાય છે. જોકે સોશિયલ મીડિયા પર કુણાલ વિરુલકરના યુપીએસસીમાં સફળ નહીં થયા છતાં તેના સકારાત્મક વલણને લીધે લોકો તેના વખાણ કરી રહ્યા છે.
કુણાલ વિરુલકરે શેર કરેલી પોસ્ટમાં તે દિલ્હીમાં યુપીએસસી બિલ્ડિંગની બહાર ઊભો જોવા મળે છે. યુપીએસસી 2023ની પરીક્ષામાં પાસ થયા બાદ ઇન્ટરવ્યૂમાં તેનું સિલેક્શન નથી થતાં કૃણાલે આ પોસ્ટ કરી હતી. UPSC સિવિલ સર્વિસીઝની મુખ્ય પરીક્ષા 2023 15થી 24 સપ્ટેમ્બર 2023 દરમિયાન યોજાઈ હતી. ત્યાર બાદ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાં માત્ર 1016 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી હતી.
12 અટેમ્પ્ટ, સાત મેન્સ અને પાંચ ઇન્ટરવ્યૂ બાદ પણ સિવિલ સર્વિસમાં નિમણૂક નહીં થનાર કુણાલ વિરુલકર એન્જિનિયર છે તેમ જ આ પરીક્ષાના મેન્ટર પણ છે. કુણાલ વિરુલકર સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે, તેઓ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પરથી યુપીએસસી પરીક્ષા બાબતની અનેક માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. કૃણાલની અસફળતા અને ધૈર્યની લોકોએ પ્રશંસા કરી છે. કૃણાલની આ પોસ્ટ પર 23 લાખ કરતા પણ વધુ લાઈક્સ છે અને તે જોરદાર વાઇરલ પણ થઈ રહી છે.