આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં પ્રદૂષણના નિયમોનું કોણ કરે છે ઉલ્લંઘન જાણો હકીકત?

મુંબઈઃ પાટનગર નવી દિલ્હી સહિત મુંબઈમાં પ્રદૂષણનો વધારો થઈ રહ્યો છે, તેનાથી સરકારની ચિંતામાં વધારો થયો છે, જ્યારે તેના નિયંત્રણ માટે પાલિકા પ્રશાસન દ્વારા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, ત્યારે મુંબઈ પાલિકાએ મુંબઈમાં ચાલી રહેલા મેટ્રોના કામકાજમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતો હોવાનો દાવો કર્યો હતો.

મુંબઈમાં વધતાં પ્રદૂષણને રોકવા માટે સરકાર અને મહાનગરપાલિકા દ્વારા અનેક સૂચના આપવામાં આવે છે, પરંતુ આ તમામ સૂચનાઓનું ઉલ્લંઘન કરીને તમામ બાંધકામનું નિર્માણ થઈ રહી હોવાનું સામે આવ્યું છે.

બોરીબંદર ખાતે બીએમસીની હેડઓફિસ નજીક ચાલતા મેટ્રો-થ્રીના કામકાજ માટે ખડી અને સિમેન્ટને ખુલ્લામાં મિક્સ કરવાનું કામ ચાલી રહ્યું છે અને તેમાંથી નીકળતી ધૂળને રોકવા નોટિસ આપવા કે પછી સુરક્ષા સંબંધિત કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.

મેટ્રો-થ્રીનું કામકાજ પાલિકાની ઓફિસ નજીક ચાલી રહ્યું છે. મેટ્રો-થ્રી માટે અંડરગ્રાઉન્ડનું કામકાજ મોટે ભાગે પૂરું થઈ ગયું હોવાને કારણે વિસ્તારના રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. પણ આ રસ્તાને ફક્ત બેરિકેડ લગાડીને બંધ કરવામાં આવ્યો છે અને પાલિકા દ્વારા ધૂળને રોકવા માટે જારી કરેલા નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

એટલું જ નહીં, સંબંધિત જગ્યાઓએ પડદા લગાડવામાં આવ્યા નથી, જેથી આ કામને કારણે ધૂળ, માટી અને સિમેન્ટ હવામાં ફેલાઈ રહ્યા છે. મુંબઈમાં વધતાં પ્રદૂષણને રોકવા પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના બાંધકામને લીધે થતાં પ્રદૂષણને રોકવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ સૂચનાનું પાલન ન કરનાર કોન્ટ્રાક્ટર અને બિલ્ડર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બાબતે મુલુંડના એક બિલ્ડરને નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

પાલિકાના કર્મચારીઓને આ બાબત વિશે કોઈ જાણકારી ન હોવાનું જાણવા મળ્યું છે. બાંધકામની જગ્યાએ જરૂરી બાબતોનું ધ્યાન ન રાખતા ધૂળ હવામાં ભળી રહી છે. આવું કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. મુંબઈમાં ગયા અનેક વર્ષોથી અનેક ઠેકાણે મેટ્રોનું કામ ચાલી રહ્યું જેને કારણે તોડફોડ અને બાંધકામ ચાલી રહ્યું છે. ચાલુ અઠવાડિયામાં મુંબઈના કોલબા, ચેમ્બુર અને બીકેસીમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ નોંધવામાં આવી હતી. આ વિસ્તારોમાં મેટ્રોનું કામ શરૂ હોવાથી આ વિશે અધિકારીએ પગલાં લેવાના શરૂ કરી દીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

One Comment

  1. Abhi Diwali me fire crackers par bhi pratibandh lagana chahiye jaise Delhi me bhi laga rahe hai

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker