આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેના આ સ્ટેશન પર લાગી, સમયસર પગલા ભર્યાં પણ…

મુંબઈ: પશ્ચિમ રેલવેના વિરાર રેલવે સ્ટેશન પર આજે સવારે અચાનક આગ લાગવાને કારણે પ્રશાસન દોડતું થઈ ગયું હતું. વિરાર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર છ નજીકના વાયરના જાળામાં આગ લાગવાની ઘટના બની હતી. શોર્ટ સર્કિટને લીધે સોમવારે સવારે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી. સમયસર ફાયરબ્રિગેડના જવાને આગ પર કાબૂ મેળવી લીધો હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

મુંબઈનું વિરાર સ્ટેશન પર એક્સપ્રેસ અને લોકલ બંને ટ્રેનો ઊભી રહેતી હોવાથી આ સ્ટેશન પર હંમેશાં ભીડ રહે છે. વિરાર પ્લેટફોર્મ નજીક અનેક પ્રકારના ઈલેક્ટ્રિક વાયર નાખવામાં આવ્યા છે. જોકે. સોમવારે સવારે બનેલી આ ઘટનામાં અહીંના વાયરોમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી અને ધુમાડો નજીકના વિસ્તારમાં ફેલાયો હતો.

આ ઘટનાની માહિતી મળતા વસઇ વિરાર મહાપાલિકાના ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને લીધે સ્ટેશન પરિસરમાં ડરનું વાતાવરણ નિર્માણ થયું હતું. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી, જ્યારે ટ્રેનસેવા પર પણ કોઈ અસર થઈ નહોતી, એવો અધિકારીએ દાવો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…