રક્ષાબંધન: પશ્ચિમ રેલવેની બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વિશેષ ટ્રેનની જાહેરાત...

રક્ષાબંધન: પશ્ચિમ રેલવેની બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે વિશેષ ટ્રેનની જાહેરાત…

મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને રક્ષાબંધન નિમિત્તે મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 04828/04827 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ [2 ફેરા]

ટ્રેન નં. 04828 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ સોમવાર, 11 ઓગસ્ટ, 2025ના રોજ બાંદ્રા ટર્મિનસથી 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04:30 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 04827 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવાર,10 ઓગસ્ટ, 2025ના રોજ ભગત કી કોઠીથી 2:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લુની સ્ટેશન પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 04828નું બુકિંગ 9 ઓગસ્ટ, 2025થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in પરથી માહિતી મેળવી શકે.

આ પણ વાંચો…પશ્ચિમ રેલવેના રેલવે સ્ટેશન પર જોવા મળશે હવે ડિજિટલ ડિસ્પ્લે, કોને થશે ફાયદો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button