અંધેરી-જોગેશ્વરીના વિસ્તારોમાં સોમવારે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા વેરાવલી જળાશય-બેના ઈનલેટ પર બે ૯૦૦ મિલીમીટર બટરફ્લાય વાલ્વને બદલવાનું કામ રવિવાર મોડી રાતથી હાથ ધરવામાં આવ્યું છે, જે સોમવાર બપોર સુધી ચાલવાનું છે. તેથી પશ્ર્ચિમ ઉપનગરના જોગેશ્ર્વરી-અંધેરી અને મરોલ સુધીના વિસ્તારોમાં સોમવાર બપોર સુધી પાણીપુરવઠાને ફટકો પડવાનો છે.
કે-પૂર્વ વોર્ડમાં મજાસ ગામ, સમર્થ નગર, સર્વોદય નગર , ઈંદિરા નગર , હિંદ નગર, જનતા નગર, દત્ત ટેકડી, પ્રતાપ નગર, શિવ ટેકડી, મજાસ બસ ડેપો, મેદવાડી, પ્રેમ નગર, ઓબેરોય ટાવર, જોગેશ્ર્વરી સ્ટેશન (પૂર્વ) અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે દરમિયાનનો વિસ્તાર, નટવર નગર, પી.પી. ડાયસ કમ્પાઉન્ડ, મહાકાલી માર્ગ, તક્ષશિલા માર્ગ, પૂનમ નગર, એમએમઆરડીએ કોલોની, દુર્ગા નગર, પેપર બોક્સ, માલપા ડોંગરી નંબર ૩, શેર-એ-પંજાબ, બિંદ્રા કૉમ્પ્લેક્સ, સુંદર ન ગર, ગૌતમ નગર, મોર્ડન બેકરી, ઓબેરોય સ્પ્લેન્ડર, કેલતી પાડા, ગણેશ મંદિર પરિસર, જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ પરિસર, પાસ્કલ કોલોની, શંકરવાડી વિસ્તારોમાં સંપૂર્ણપણે પાણીપુરવઠો બંધ રહેશે.
આ પણ વાંચો: આજે અને આવતી કાલે મુંબઈના આ વિસ્તારોમાં પાણીપુરવઠા બંધ રહેશે
કે-પશ્ર્ચિમ વોર્ડમાં સી.ડી.બરફીવાલા રોડ, ઉપાશ્રય રોડ, સ્વામી વિવેકાનદર રોડ, અંધેરી, દાઉદ બાગ, કેવ્હણી પાડા, ધાકૂશેઠ પાડા, માલકમ નગર, નવરંગ થિયેટર નજીકનો વિસ્તાર, અંધેરી વિલેજ, આંબ્રે ઉદ્યાન પંપ અને ગઝધર પંપ, ગિલ્બર્ટ હિલ વિસ્તાર, ગાવદેવી ડોંગરી રોડ, ઉસ્માનિયા ડેરી, પટેલ એસ્ટેટ, વૈશાલી નગર, સૌરાષ્ટ્ર પટેલ એસ્ટેટ, અમૃત નગર, અજીત ગ્લાસ ઉદ્યાન, બેહરામ બાગ, ગુલશન નગર, રાઘવેન્દ્ર મંદિર રોડ, દેવરાજ ચાલ, જયરાજ ચાલ, જોગેશ્ર્વરી બસ ડેપો વિસ્તાર, ચાર બંગલા, ડી.એન. નગર, જૂહૂ-વર્સોવા લિંક રોડ, ગણેશ નગર, કપાસવાડી, ભારત નગર, સાત બંગલા, આઝાદ નગર એક-બે અને ત્રણ, જીવન નગર, વીરા દેસાઈ રોડ, કેપ્ટન સામંત રોડ, અગ્રવાલ કોલોની, હિલ પાર્ક, પારસી કોલોની, શક્તિ નગર, પાટલીપુત્ર ઓશિવરા અને આસપાસના વિસ્તારમાં પુરવઠો બંધ રહેશે.