આમચી મુંબઈમહારાષ્ટ્ર

શુક્રવારે મુંબઈના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ, જાણી લો તમારો વિસ્તાર તો નથી?

મુંબઈ: શહેરના એચ-પશ્ચિમ વોર્ડમાં પાણીની પાઇપલાઇનના સમારકામ અને જોડાણના કામને કારણે શુક્રવાર તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહશે.

મુંબઈ પાલિકાના એચ-પશ્ચિમ વોર્ડમાં પાલી હિલ જળાશય-૧ની જૂની-જર્જરિત થયેલી મુખ્ય પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે. આ સિવાય બાન્દ્રા પશ્ર્ચિમ ખાતેના આર. કે. પાટકર માર્ગ પર રામદાસ નાઇક માર્ગથી રોડ નં. ૩૨ દરમિયાન નવેસરથી નાખવામાં આવેલી ૭૫૦ મિલિમીટર વ્યાસની મુખ્ય પાઇપલાઇન શરૂ કરવામાં આવનાર છે. આ બન્ને કામ શુક્રવારે કરવામાં આવનાર હોવાથી એચ-પશ્ર્ચિમ વોર્ડના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.

આ સમારકામ દરમિયાન બાન્દ્રા પશ્ર્ચિમના કેટલાક ભાગ, વરોડા માર્ગ, હિલ રોડ, મેન્યુઅલ ગોન્સાલવિસ માર્ગ, પાલી ગાવઠણ, કાંતવાડી, સેરલી રાજન માર્ગ (રોજનો પાણીનો સમય સવારે ૧૦થી બપોરે બે વાગ્યા સુધી) વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

આ પણ વાંચો: મુંબઇની પાણીની પાઇપલાઇનમાં નાના મોટા લિકેજની પાલિકા પાસે 55 હજાર અરજી

આ સિવાય ખાર દાંડા કોળીવાડા, દાંડપાડા, ચુઇમ ગાવઠણ, ખાર પશ્ર્ચિમના કેટલાક ભાગ, ગઝદરબંધ ઝૂંપડપટ્ટીના કેટલાક ભાગમાં (રોજનો પાણીનો સમય સાંજે ૫.૩૦થી રાતે ૮.૩૦ કલાક સુધી) પાણી પુરવઠો બંધ રહેશે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગની આસપાસનો પરિસર, પેસ પાલી ગાવઠણ, પાલી પઠાકર, ખાર પશ્ર્ચિમના કેટલાક ભાગમાં (રોજનો પાણીનો સમય રાત્રે ૯.૦૦થી રાત્રે ૧૨.૦૦ કલાક) પાણી પુરવઠો બંધ રહેશે. પાણી પુરવઠો પૂર્વવત થયા બાદ ચાર-પાંચ દિવસ પાણી ઉકાળી અને ગાળીને વાપરવાની પણ પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker