…તો ચીનનો રેકોર્ડ તૂટશેઃ નરીમાન પોઈન્ટથી વિરાર ૪૦ મિનિટમાં પહોંચાશે
મુંબઈઃ વિશ્વનો સૌથી મોટો કોસ્ટલ રોડ આપણા મહારાષ્ટ્રમાં બનવા જઈ રહ્યો છે. આ કોસ્ટલ રોડનું કામ હાલમાં ચાલી રહ્યું છે અને તે ચીનનો રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે. મુંબઈના દરિયા કિનારે બની રહેલા આ કોસ્ટલ રોડને કારણે નરીમાન પોઈન્ટથી વિરાર સુધીની મુસાફરી માત્ર ૪૦ મિનિટમાં પૂરી થઈ જશે.
મુંબઈ મહાનગરપાલિકાના બજેટમાં આ માટે જોગવાઈ કરવામાં આવશે. મુંબઈના દક્ષિણ છેડાથી મુંબઈના ઉત્તરીય છેડા સુધી એટલે કે નરીમાન પોઈન્ટથી દહિસર સુધી ઝડપથી પહોંચવા માટે મુંબઈ કોસ્ટલ રોડ નિર્માણ પ્રોજેક્ટ તબક્કામાં તૈયાર કરાશે.
પ્રથમ તબક્કામાં, ધર્મવીર, સ્વરાજ્યક્ષ છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (દક્ષિણ) શામલદાસ ગાંધી માર્ગ (પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર) થી વરલી-બાંદ્રા સી બ્રિજના વરલી છેડા સુધી બાંધવામાં આવ્યો છે. કોસ્ટલ રોડ અને સી લિંકને જોડતા બ્રિજનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: કોસ્ટલ રોડ કે સાઈડ ઈફેક્ટઃ …તો ચોમાસામાં મુંબઈમાં પાણી નહીં ભરાય…
આ બ્રિજને કારણે મરીન ડ્રાઈવથી બાંદ્રા સુધીની મુસાફરીમાં હવે ૧૫ મિનિટનો સમય લાગે છે. વર્લી, પ્રભાદેવી, લોઅર પરેલ, લોટસ જંક્શનથી ડાયરેક્ટ એન્ટ્રી આપવામાં આવે છે. આ જ રૂટને વિરાર સુધી લંબાવવામાં આવશે.
મુંબઈમાં આવેલી બાંદ્રા વર્લી સી લિંક મહારાષ્ટ્રની પ્રથમ સી લિંક છે. હવે બાંદ્રા અને વર્સોવા વચ્ચે બીજી મોટી સી લિન્ક બનાવવામાં આવી રહી છે. કોસ્ટલ રોડને દહિસર સુધી લંબાવવામાં આવશે. ભવિષ્યમાં ભાઈંદર, વિરાર અને પાલઘર સુધી લંબાવવામાં આવશે.
આપણ વાંચો: કોસ્ટલ રોડ પૂરી ક્ષમતાથી શરૂ કરવા માટે તૈયાર
બાંદ્રા વર્સોવા સી લિંક સ્વતંત્ર વીર સાવરકર સેતુના નામથી પ્રચલિત છે. આ પ્રોજેક્ટનું ૨૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ મે ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ સી લિન્ક પૂર્ણ થયા બાદ બાંદ્રાથી વર્સોવા સુધીનું અંતર માત્ર ૧૦ મિનિટમાં કાપી શકાશે. તેથી, ભવિષ્યમાં આ સી લિંક વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ સાથે જોડવામાં આવશે.
જેના કારણે મરીન ડ્રાઈવથી દહિસર સુધીની દોઢ કલાકની મુસાફરી માત્ર ૪૫ મિનિટમાં પૂર્ણ કરી શકાશે. બાંદ્રા વર્સોવા સી બ્રિજ મુંબઈનો બીજો સી બ્રિજ છે. ત્યાંથી, કોસ્ટલ રોડને વર્સોવાથી વિરાર સુધી લંબાવવાની યોજના છે.