‘…20,000 મતદારોને બહારથી લાવ્યો હતો’, શિવસેના MLAના નિવેદનથી હોબાળો, કરવી પડી સ્પષ્ટતા…

મુંબઈ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ‘વોટ ચોરી’ મામલે NDA ગઠબંધન અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે મહારાષ્ટ્રમાં ચૂંટણી દમિયાન નકલી મતદારો અંગે મોટા ખુલસા કર્યા હતાં. એવામાં પૈઠણના શિવસેનાના વિધાનસભ્ય વિલાસ ભૂમારેએ જાહેરમાં દાવો કર્યો કે ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓ બહારથી 20,000 મતદારો લાવ્યા હતાં, તેમણે આ દાવો કરતા ખળભળાટ મચાવી ગયો હતો.
વિલાસ ભૂમારેએ શિવસેનાના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, મતદાર યાદીઓ પર કામ કરવું જરૂરી છે, ગત વર્ષે મતદાનના દિવસે તેઓ 20,000 મતદારોને અન્ય સ્થળોએથી તેમના મત વિસ્તારમાં લાવ્યા હતાં.
કોંગ્રેસના પ્રહાર:
ભૂમારેના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો. વિરોધ પક્ષના નેતાઓએ શિવ સેના પર પ્રહારો કર્યા હતાં. મહારાષ્ટ્ર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અતુલ લોંધેએ કહ્યું કે, વિલાસ ભૂમારેએ કબૂલાત કરી છે કે વોટ ચોરી કરવામાં આવી છે. તેમણે ગુનો કબૂલ્યો છે.
ભૂમારે એ કરી સ્પષ્ટતા:
બાદમાં ભૂમારેએ સ્પષ્ટતા કરવી પડી હતી. એક અખબાર સાથે વાત કરતા ભૂમારે કહ્યું કે તેમનો મતલબ એ હતો કે તેમના મતવિસ્તારમાં નોંધાયેલા 20,000 મતદારો વિવિધ સ્થળોએ કામ કરી રહ્યા હતા, તેમને મતદાન માટે પરત લાવવામાં આવ્યા હતાં.
એકનાથ શિંદેજી એ હસ્તક્ષેપ કર્યો:
ભૂમારેએ સ્પષતા કરતા કહ્યું કે “આ મતદારો મારા મતવિસ્તારની બહાર રહેતા હતા. પક્ષના કાર્યકર્તાઓએ તેમને ફોન કરીને તેમને મતદાન રવા વિનંતી કરી. એકનાથ શિંદેજી એ દરમિયાનગીરી કરી, તેમણે મને સ્પષ્ટ કરવા કહ્યું કે આ મતદારો કોણ છે.”
ભૂમારેએ શું કહ્યું હતું:
હકીકતે વિલાસ ભૂમારેએ કહ્યું હતું, “આગામી જિલ્લા પરિષદ અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમિયાન, પક્ષના કાર્યકર્તાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. મારા મતવિસ્તારના 20,000 મતદારોને બીજે ક્યાંક સ્થળાંતર કરી ગયા હતાં. હું તેમને મતદાનના દિવસે પાછા લાવ્યો હતો.”