આમચી મુંબઈ

વિક્રોલીમાં યુવતીએ 23મા માળેથી લગાવી મોતની છલાંગ

મુંબઈ: વિક્રોલી વિસ્તારમાં પચીસ વર્ષની યુવતીએ ઇમારતના 23મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. યુવતી ઇમારત નીચે પાર્ક કરાયેલી મોટરસાઇકલ પર પટકાતાં તેના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. વિક્રોલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ આદરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

વિક્રોલીના ક્ધનમવરનગર વિસ્તારમાં ઇમારત નંબર-97 ખાતે સોમવારે રાતે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલી યુવતીની ઓળખ હર્ષદા તાંદોલકર તરીકે થઇ હતી. હર્ષદાની માનસિક સ્થિતિ સારી નહોતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી, એમ તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.

આપણ વાંચો: ગર્લફ્રેન્ડની હત્યા બાદ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનારા યુવકનો મૃતદેહ મળ્યો

હર્ષદાએ સોમવારે રાતે ઇમારતના 23મા માળેથી ઝંપલાવ્યું હતું અને તે પાર્ક કરાયેલી મોટરસાઇકલ પર પટકાઇ હતી, જેને કારણે હર્ષદાનું શરીર બે ભાગમાં વહેંચાઇ ગયું અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

દરમિયાન અવાજ સાંભળીને સ્થાનિકો દોડી આવતાં હર્ષદા લોહીલુહાણ હાલતમાં નજરે પડી હતી. બાદમાં બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેને પગલે અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. હર્ષદાના મૃતદેહને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે પ્રાથમિક તપાસને આધારે એડીઆર દાખલ કર્યો હતો.

પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હોઇ તેના પરથી આ આત્મહત્યા હોવાનું સ્પષ્ટ થાય છે. પોલીસને ઘટનાસ્થળેથી સૂસાઇડ નોટ મળી ન હોવાથી હર્ષદાએ ભરેલા અંતિમ પગલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button