આમચી મુંબઈમહારાષ્ટ્ર

એકનાથ શિંદે જૂથના દિગ્ગજ નેતાએ નવનીત રાણા વિરુદ્ધ મોરચો ખોલ્યો

અમરાવતી: હાલ અમરાવતીના અપક્ષ સાંસદ તરીકે દબદબો ધરાવતા નવનીત રાણાને ભાજપે અમરાવતી ખાતેથી ટિકીટ આપી છે અને ભાજપના આ નિર્ણય બાદ અમરાવતીમાં મોટો રાજકીય જુવાળ ફાટી નીકળ્યો છે, જેના કારણે ભાજપ માટે કપરી પરિસ્થિતિ ઊભી થઇ છે.

પહેલાથી જ મહાયુતિને ટેકો આપી રહેલા પ્રહાર જનશક્તિ પાર્ટીના બચ્ચુ કડુએ રાણાની ઉમેદવારીનો અસ્વીકાર કરી તેમનો પ્રચાર ન કરવાની જાહેરાત કરી છે ત્યારે હવે એકનાથ શિંદે જૂથના દિગ્ગજ નેતા તેમ જ ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂકેલા આનંદરાવ અડસૂળે પણ રાણાની ઉમેદવારી પ્રત્યે નારાજગી દર્શાવતા સૂર આલાપ્યા છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેથી નારાજ શરદ પવાર

આનંદરાવ અડસૂળેએ આલાપેલા વિરોધના સૂરોના કારણે મહાયુતિમાં ખાસ કરીને અમરાવતી બેઠકને લઇને સમસ્યા ચાલી રહી હોવાનું ચિત્ર ઊભું થયું છે. કારણે કે પહેલા બચ્ચુ કડુ અને ત્યારબાદ આનંદરાવ અડસૂળ આ બંનેએ નવનીત રાણાને મળેલી ઉમેદવારી પ્રત્યે વિરોધ દર્શાવ્યો છે. બચ્ચુ કડૂએ તો નવનીત રાણાને સમર્થન ન આપવા ઉપરાંત તેમને હરાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે, તેવું નિવેદન પણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અડસૂળ તે નવનીત રાણાના જૂના પ્રતિસ્પર્ધી અને વિરોધી છે અને તેમણે રાણા વિરુદ્ધ જાતિ પ્રમાણ પત્રના મુદ્દે બૉમ્બે હાઇ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: મહારાષ્ટ્રની પહેલા તબક્કામાં મતદાનમાં જનારી પાંચ બેઠકોની સ્થિતિ


અડસૂળ 2009 અને 2019માં નવનીત રાણા વિરુદ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ બંને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અમરાવતીની બેઠક તે અનામત બેઠક છે અને એ જ મુદ્દે નવનીત રાણાએ દાખલ કરેલા જાતિ પ્રમાણ પત્ર બાબતે અડસૂળે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં નવનીત રાણાએ નકલી જાતિ પ્રમાણ પત્ર દાખલ કર્યું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, આ બબાલ બાદ ભાજપ માટે અમરાવતીની બેઠક જીતવી થોડી મુશ્કેલ રહેશે, તેવું અનુમાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button