વસઈ વિરાર મહાનગરપાલિકામાં ભાજપને ટક્કર આપી રહી છે હિતેન્દ્ર ઠાકુરની પાર્ટી બીવીએ, જાણો કોણ છે હિતેન્દ્ર ઠાકુર

વસઈ વિરાર : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપે મોટાભાગની મહાનગરપાલિકામાં સારું પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન વસઈ વિરારથી આવી રહેલા ટ્રેન્ડથી લોકો આશ્ચર્યચકિત થયા છે. જેમાં હિતેન્દ્ર ઠાકુરની પાર્ટી બહુજન વિકાસ અઘાડી એટલે કે બીવીએ એ ભાજપ સહિત તમામ પક્ષોને હરાવ્યા છે.
ટ્રેન્ડમાં બીવીએ એકલું 65 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 45 બેઠકો પર અને શિવસેના યુબીટી 2 બેઠકો પર આગળ છે. જેમાં વસઈ વિરારમાં કુલ 115 બેઠકોમાંથી બીવીએએ અડધાથી વધુ બેઠકો પર લીડ જાળવી રાખી છે. અહીં બહુમતી માટે 58 બેઠકો જરૂરી છે.
આપણ વાચો: મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ અગ્રેસર, ભાજપે ખુશી વ્યક્ત કરી…
તેમણે 2009 માં બીવીએની સ્થાપના કરી હતી
બહુજન વિકાસ અઘાડીના હિતેન્દ્ર ઠાકુર મહારાષ્ટ્રના રાજકારણમાં ખાસ કરીને વસઈ-વિરાર ક્ષેત્રમાં એક અગ્રણી નેતા છે. તેઓ બહુજન વિકાસ અઘાડી પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે.
તેમણે 2009 માં બીવીએની સ્થાપના કરી હતી અને વસઈ વિધાનસભા મતવિસ્તારમાંથી ઘણી વખત ધારાસભ્ય તરીકે સેવા આપી છે. હિતેન્દ્ર ઠાકુરના પુત્ર ક્ષિતિજ ઠાકુર છે. જે હાલમાં નાલાસોપારા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
આપણ વાચો: પંજાબ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAP-કોંગ્રેસનો દબદબો
સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડે છે
ઉલ્લેખનીય છે કે વસઈ- વિરારવિસ્તારમાં તેમના પરિવારને પ્રભાવશાળી માનવામાં આવે છે. હિતેન્દ્ર ઠાકુરની પાર્ટી, બહુજન વિકાસ આઘાડી, તેના ચૂંટણી ચિહ્ન તરીકે સીટી ધરાવે છે. તેઓ વસઈ-વિહાર અને નાલાસોપારા વિસ્તારોમાં સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડે છે અને રાજ્ય અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો માટે મુશ્કેલી ઉભી કરે છે.
બહુજન વિકાસ અઘાડી ભાજપ સાથે સીધી સ્પર્ધામાં
વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની વાત કરીએ તો, બહુજન વિકાસ અઘાડી ભાજપ સાથે સીધી સ્પર્ધામાં હતી. જ્યારે વલણો દર્શાવે છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી બે બેઠકો જીતી રહી છે. જો આ વલણો પરિણામોમાં પરિણમે છે તો બહુજન વિકાસ અઘાડી વસઈ વિહાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતી મેળવશે અને તેના મેયરને ચૂંટવામાં સફળ થશે.



