વાઢવણ બંદર પ્રોજેક્ટ: સ્થાનિકોની નોકરીમાં પ્રાથમિકતા અને જમીનના વધુ વળતરની માંગ

મુંબઈ/પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના સૂચિત વાઢવણ બંદર માટે સંપાદિત કરવામાં આવનારી તેમની જમીન માટે સ્થાનિક રહેવાસીઓએ વધુ વળતરની અને મેગા પ્રોજેક્ટમાં નોકરીઓમાં અગ્રતા આપવાની પણ માંગ કરી હતી.
સ્થળ પર ટેકનિકલ સર્વે સામે ગ્રામજનોના એક વર્ગ દ્વારા કરવામાં આવેલા વિરોધના થોડા દિવસો બાદ બુધવારે જિલ્લાના દહાણુ ખાતેની સબ-ડિવિઝનલ ઓફિસરના કાર્યાલયમાં આયોજિત એક બેઠકમાં આ માગણીઓ રજૂ કરી દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રોજેક્ટ તેમની આજીવિકા છીનવી લેશે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લગતી ચિંતાઓને દૂર કરવા અને તેના વિશે આંદોલનકારીઓને યોગ્ય માહિતી આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: દરિયાઈ સીમા ભગવાન ભરોસે…વાઢવણ બંદરવાળા પાલઘર કિનારાની રક્ષા માટેની ચારમાંની ત્રણ બોટ બંધ
આ બેઠકમાં મદદનીશ જિલ્લા કલેક્ટર વિશાલ ખત્રી, નાયબ જિલ્લા કલેક્ટર મહેશ સાગર, વરોર, ધક્તિ દહાણુ અને ચિંચાણીની ગ્રામ પંચાયતોના સભ્યો, સ્થાનિક માછીમાર સમાજના પ્રતિનિધિઓ, નાગરિકો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
જવાબમાં નાયબ જિલ્લા કલેક્ટરે તેમને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની નોડલ એજન્સી જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) રોજગારમાં સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપવા સંમત થઈ છે અને તેમની માગણીઓ સરકારને મોકલવામાં આવશે.
(પીટીઆઈ)