આમચી મુંબઈમહારાષ્ટ્ર

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે યોજાઈ મહત્ત્વની બેઠક

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય પ્રધાન અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવ આજે મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા અને ચૂંટણીની તૈયારીઓ વિશે જાણકારી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય પર્યાવરણ ખાતાના પ્રધાન ભૂપેન્દ્ર યાદવને વિધાનસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્ર ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં મહારાષ્ટ્ર ભાજપની કોર-કમિટીના સભ્યો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે પણ હાજર હતા.

આ પણ વાંચો: બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે, કામ ક્યાં સુધી પહોંચ્યું? રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવી આ વિગત

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અશ્વિની વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવ શુક્રવારે મુંબઈમાં હાજર રહેશે. 21 જુલાઇના રોજ પુણેમાં મહારાષ્ટ્ર ભાજપનું અધિવેશન યોજાશે, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સામેલ થશે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે અમિત શાહના નેતૃત્વમાં યોજાનારા આ અધિવેશનને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે.

સંબંધિત લેખો

Back to top button