આમચી મુંબઈમહારાષ્ટ્ર

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મંચ પર જ અચાનક બેભાન થઈ ગયા…

મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે મતદાનનો બીજો તબક્કા માટે મહારાષ્ટ્રમાં જોરદાર ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ ઠેર ઠેર પ્રચારસભાઓ ગજાવી રહ્યા છે. જોકે, યવતમાળમાં પ્રચાર સભાને સંબોધતા વખતે ગડકરી અચાનક બેભાન થઇ જતા ત્યાં હાજર મહાયુતિના નેતાઓ ચિંતિત થઇ ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે લઇ જવાયા હતા.

યવતમાળમાં એક સભાને સંબોધતા ગડકરી ભાષણ આપી રહ્યા હતા અને અચાનક જ તેમની તબિયત બગડી હતી અને તે સ્ટેજ પર બેભાન થઇ ગયા હતા. એ દરમિયાન સ્ટેજ પર હાજર લોકોએ તેમને સંભાળ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે લઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ગડકરી તે મહાયુતિમાં ભાજપ તરફથી નાગપુર બેઠકના ઉમેદવાર છે. નાગપુર બેઠક પર પહેલા તબક્કામાં જ મતદાન થઇ ગયું છે અને અહીં તેમના હરીફ કૉંગ્રેસના અમિત ઠાકરે સાથે છે. જોકે, પોતાની બેઠક માટે મતદાન થઇ ગયું હોવા છતાં ગડકરી મહાયુતિના અન્ય ઉમેદવારો માટે પ્રચાર રેલીમાં ભાગ લઇ રહ્યા છે અને સાથી ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે.

આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ નીતિન ગડકરીના રાજકીય વારસદાર કોણ? જાહેર સભામાં કરી જાહેરાત

આ પહેલા પણ ગડકરીની તબિયત લથડતા તે સ્ટેજ ઉપર બેભાન થઇ ગયા હોવાની ઘટના બની હતી. 2018માં અહમદનગર ખાતે લોકોને સંબોધતા સમયે તેમને ચક્કર આવી જતા તે બેભાન થઇ ગયા હતા. એ વખતે મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ પણ તેમની સાથે સ્ટેજ પર હાજર હતા અને તેમણે ગડકરીને સાંભાળ્યા હતા.

જોકે, ગડકરીનું શુગર લેવલ ઘટી જવાના કારણે તેમને ચક્કર આવ્યા હોવાનું જણાતા તેમને તરજ જ પાણી પીવડાવવામાં આવ્યું હતું અને પેંડો ખવડાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેમની હાલત સુધરી હતી. ગડકરીની તબિયત તે પહેલા પણ એક વખત ખરાબ થઇ હતી. ગડકરી પોતાનું વજન ઓછું કરવા માટે ઓપરેશન પણ કરાવી ચૂક્યા છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button