Ulhasnagar Firing: શિંદે મળ્યા ઘાયલ નગરસેવકને, ફડણવીસે કરી આ મોટી જાહેરાત
થાણે: ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જુથના મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરવાની ઘટના બની હતી. શુક્રવારે રાતે થયેલા ગોળીબારમાં મહેશ ગાયકવાડને ગંભીર ઇજા થતાં તેમને થાણેની એક ખાનગી હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કલ્યાણ પૂર્વના ભુતપૂર્વ નગરસેવક મહેશ ગાયકવાડની તબિયત વિશે પૂછપરછ કરી હતી. ગોળીબાર પછી શહેરમાં હંગામો થતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે એવો આદેશ જાહેર કયો હતો.
સીએમ શિંદેએ ગોળીબારની ઘટના વિશે પોલીસ પાસેથી માહિતી મેળવી હતી અને ગાયકવાડની સારવાર બાબતે ડૉક્ટર સાથે પણ ચર્ચા કરી હતી. શિંદેએ હૉસ્પિટલની વિઝિટ દરમિયાન કહ્યું હતું કે આ ઘટના ખૂબ જ કમનસીબી છે. ગોળીબારમાં જખમી થયેલા ગાયકવાડ જલ્દીથી સજા થઈ એવી મારી પ્રાર્થના છે.
ગોળીબારને લઈને વિરોધી પક્ષના નેતાઓએ સરકાર પર ટીકા કરતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ પાસે સોંપવામાં આવશે એવી જાહેરાત કરી છે. ફડણવીસની જાહેરાત બાદ એસીપી રેંકના પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ગોળીબારની તપાસમાં ત્રણેય આરોપીને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા હતા. આ આરોપીઓને આજે બપોરે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવવાના છે એવી માહિતી સૂત્રોએ આપી હતી.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ ઘટનામાં કલ્યાણના ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ સાથે હર્ષલ કેણે અને સંદીપ સર્વાંકાર પણ સામેલ હતા, અને આ મામલે ગણપત ગાયકવાડનો પુત્ર વૈભવ ગાયકવાડ અને બીજા બે લોકોની શોધ ચાલી રહી છે.