આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરેનો દાવો: અધિકારીઓએ રેલી પહેલાં તેમની બેગ તપાસી

યવતમાળ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે જ્યારે તેઓ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્રના યવતમાળ પહોંચ્યા ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા તેમની બેગની તપાસ કરવામાં આવી હતી.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એવો સવાલ કર્યો હતો કે, શું ચૂંટણી અધિકારીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓની બેગની પણ ચકાસણી કરશે?

ઠાકરેએ શિવસેના (યુબીટી)ના ઉમેદવાર સંજય દરેકર માટે યવતમાળના વણી ખાતે જાહેર સભાને સંબોધિત કરતી વખતે પોતાનો અનુભવ શેર કર્યો હતો.

શિવસેના (યુબીટી)ના વડાએ કહ્યું કે જ્યારે તેઓ હેલિકોપ્ટર દ્વારા વણી પહોંચ્યા ત્યારે તેમની બેગની તપાસ કેટલાક સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.

તેમણે તપાસ કરવા માટે આવેલા અધિકારીઓના ખિસ્સા અને ઓળખપત્રની તપાસ કરવા માટે તેમના પક્ષના કાર્યકરો અને મતદારોને કહ્યું હતું.

આપણ વાંચો: બાળાસાહેબ અને સાવરકરનું અપમાન કરનારાઓના પક્ષે ઉદ્ધવ ઠાકરે: અમિત શાહ…

ઠાકરેએ કહ્યું કે તેઓ ચૂંટણી અધિકારીઓથી નારાજ નથી, પરંતુ તમે તમારી જવાબદારીનું પાલન કરો છો અને હું મારી જવાબદારી નિભાવીશ. તમે જે રીતે મારી બેગની તપાસ કરી, શું તમે મોદી અને શાહની બેગની તપાસ કરી હતી? એમ તેમણે પૂછ્યું હતું.

શું મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની બેગની તપાસ ન કરવી જોઈએ? એવું તેમણે જાણવાની કોશિશ કરી હતી.

‘આ બધી નકામી બાબતો ચાલી રહી છે, હું તેને લોકશાહી ગણતો નથી, આ લોકશાહી ન હોઈ શકે. લોકશાહીમાં કોઈ નાનું કે મોટું નથી હોતું,’ એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, જો ચૂંટણી સત્તાવાળાઓ તેમની બેગ (વરિષ્ઠ શાસક ગઠબંધન નેતાઓની) તપાસતા નથી, તો શિવસેના (યુબીટી) અને વિપક્ષ એમવીએના કાર્યકરો તેમની તપાસ કરશે.

પોલીસ અને ચૂંટણી પંચે દરમિયાનગીરી કરવી જોઈએ નહીં કારણ કે મતદારોને પણ જ્યારે તેઓ પ્રચાર માટે આવે ત્યારે તેમની બેગ (શાસક પક્ષોના વરિષ્ઠ નેતાઓ) તપાસવાનો અધિકાર છે, એમ તેમણે ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button