આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરેએ પાલિકા કમિશનર ચહલની ‘વહીવટી કૌભાંડ’ સંદર્ભે ટીકા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એવો સવાલ કર્યો હતો કે સરકાર કેમ મુંબઈ મનપાના કમિશનર ઈકબાલસિંહ ચહલ સામે પાલિકાના કથિત કૌભાંડ સંદર્ભે કેમ કાર્યવાહી કરતી નથી.

રાયગઢ જિલ્લામાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતાં તેમણે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની કોરોનાવાઈરસના રોગચાળા દરમિયાન પાલિકા દ્વારા કરવામાં આવેલી ખરીદીમાં આર્થિક ગેરરીતિના મુદ્દે તેમની પાર્ટીના નેતાઓને લક્ષ્ય બનાવવા માટે અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

આમાંના મોટા ભાગના કેસમાં ચહલે ફાઈલ પર સહી કરી હતી એવો દાવો કરતાં ભૂતપુર્વ મુખ્ય પ્રધાને સવાલ કર્યો હતો કે કેમ કમિશનરની ધરપકડ કરવામાં આવતી નથી? શું તેઓ અત્યારે તમારી સાથે છે એટલે? મુંબઈમાં અત્યારે જે કૌભાંડો થઈ રહ્યા છે તે બધા વહીવીટ કૌભાંડો છે, એમ પણ ઠાકરેએ કહ્યું હતું.

શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરને આ સપ્તાહના પ્રારંભે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કોરોનાકાળમાં ખરીદવામાં આવેલી બોડી બેગમાં કથિત કૌભાંડ અંગે પુછપરછ કરવામાં આવી હતી.

માર્ચ-2022થી મુંબઈ મનપામાં વહીવટીકર્તા તરીકે કામ કરી રહેલા ઈકબાલ સિંહ ચહલ શુક્રવારે દેશની સૌથી શ્રીમંત મનપાનું બજેટ રજૂ કરવાના છે તે બાબતનો ઉલ્લેખ કરતાં તેમમે કહ્યું હતું કે ‘તેઓ પોતે જ તેને મંજૂરી આપી દેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button