હજાર રૂપિયા ચોર્યાની શંકા પરથી બે યુવાને સાથીને મારી નાખ્યો

થાણે: મંડપ ડેકોરેટર પાસે કામ કરતા બે યુવાને હજાર રૂપિયા ચોર્યાની શંકા પરથી લોખંડના સળિયા અને બામ્બુથી ફટકારી સહકર્મચારીને પતાવી નાખ્યો હોવાની ઘટના થાણે જિલ્લાના ભિવંડીમાં બની હતી. પોલીસે બન્ને યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આરોપીના માલિકે નોંધાવેલી ફરિયાદને આધારે શનિવારે બન્ને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો હોવાનું નારપોલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પ્રમોદ કુંભારે જણાવ્યું હતું.
આપણ વાંચો: કલ્યાણમાં માત્ર 500 રૂપિયા માટે ભાઈએ ભાઈને પતાવી નાખ્યો
પકડાયેલા બન્ને આરોપીની ઓળખ રાજુ ઉર્ફે બૈતુલ્લાહ ખાન (26) અને અજય (25) તરીકે થઈ હતી. બન્ને આરોપીને શંકા હતી કે તેમના સાથી અનિલ બ્રિજલાલે (36) 1,200 રૂપિયા ચોર્યા હતા.
આરોપીઓએ 14 માર્ચની સાંજે લોખંડના સળિયા અને બામ્બુથી અનિલને ફટકાર્યો હતો. આ હુમલામાં અનિલ ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે તેને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. (પીટીઆઈ)