મેકઅપ આર્ટિસ્ટેને ઘેનયુક્ત પીણું પીવડાવી બે જણે ગુજાર્યો બળાત્કાર: એકની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

મેકઅપ આર્ટિસ્ટેને ઘેનયુક્ત પીણું પીવડાવી બે જણે ગુજાર્યો બળાત્કાર: એકની ધરપકડ

થાણે: મેકઅપ આર્ટિસ્ટને ઘેનયુક્ત પીણું પીવડાવીને બે જણે તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરાયા બાદ નવી મુંબઈ પોલીસે એકની ધરપકડ કરી હતી.

31 વર્ષની પીડિતાએ એપીએમસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ આ ઘટના બની હતી. ખારઘર વિસ્તારમાં રહેતી પીડિતા જૂન, 2022માં તુર્ભે વિસ્તારમાં આવેલી હોટેલમાં વિજય ચૌધરી ઉર્ફે વીરજીભાઇ મહિઅલ અને સદ્દામ નામના શખસોને મળી હતી. બંનેએ બાદમાં તેને ઘેનયુક્ત પીણું પીવડાવી તેના પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો, એવો આરોપ કરાયો હતો.

પોલીસે પીડિતાની ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના રહેવાસી વિજય ચૌધરીની ધરપકડ કરી હતી, જ્યારે સદ્દામની શોધ ચલાવવામાં આવી રહી છે. પીડિતાએ આ પ્રકરણે મોડેથી પોલીસનો સંપર્ક સાધવા માટે કોઇ કારણ આપ્યું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Back to top button