આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોનાવલામાં ભૂશી ડેમ નજીક ધોધમાં મહિલા સહિત બે ડૂબ્યા, ત્રણ બાળક ગુમ

પુણે: લોનાવલા વિસ્તારમાં ભૂશી ડેમ નજીક ધોધમાં મહિલા અને 13 વર્ષની કિશોરી ડૂબી ગઇ હતી, જ્યાં ચારથી છ વર્ષની વયના ત્રણ બાળક ગુમ હોવાનું પોલીસે કહ્યું હતું.

રવિવારે બપોરે 1.30 વાગ્યે આ ઘટના બની હતી, જેને પગલે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકોની શોધ આદરી હતી.

આ પણ વાંચો: Gift Cityનું વિસ્તરણ પડતું મુકાતા ભાજપના જ નેતાઓના 10,000 કરોડ ડૂબ્યાં

પુણે ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પંકજ દેશમુખે જણાવ્યું હતું કે અમને 40 વર્ષની મહિલા અને 13 વર્ષની કિશોરીના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે છ વર્ષની બે બાળકી અને ચાર વર્ષના બાળકની શોધ ચલાવવામાં આવી રહી છે.

દેશમુખના જણાવ્યા અનુસાર એવું લાગી રહ્યું છે તેઓ એક જ પરિવારના સભ્યો હતા અને ભૂશી ડેમથી બે કિલોમીટર દૂર પગ લપસવાથી ધોધમાં ડૂબ્યા હતા અને રિઝર્વોયરમાં આવી પહોંચ્યા હતા. મૃતદેહોને બાદમાં હોસ્પિટલમાં મોકલાયા હતા. (પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button