મરાઠી ભાષા મુદ્દે થઈ રહેલાં રાજકારણ જોઈ ઠાકરે ગુસ્સામાં, કહ્યું કે તમે કોઈને…

હેડિંગ વાંચીને તમે પણ ગૂંચવણમાં મુકાઈ ગયા હશો કે ભાઈ અહીંયા કયા ઠાકરેની વાત થઈ રહી છે, કારણ કે આ વિવાદ છંછડ્યો જ ઠાકરે પરિવારે છે. પરંતુ તમારી જાણ માટે કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના મુદ્દે રાજકીય ગરમાગરમી જોવા મળી રહી છે ત્યારે આ બધા વચ્ચે જાણીતા મરાઠી ટીવી એક્ટર શિવ ઠાકરેએ પણ ચોંકાવનારું નિવેદન સામે આવી રહ્યું છે. શિવ ઠાકરેએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આપણે કોઈને પણ ક્યારેય કોઈ ભાષા બોલવા માટે બળજબરીથી ફરજ ના પાડી શકીએ.
શિવ ઠાકરેને હાલમાં જ મનસે કાર્યકર્તા દ્વારા લોકોને મરાઠી બોલવા પર મજબૂર કરવાની ઘટનાઓ વિશે તેમનું શું માનવું છે એવું પૂછવામાં આવ્યું હતું. આ સમયે શિવ ઠાકરેએ જણાવ્યું હતું કે મને અંગત રીતે એવું લાગે છે કે તમે કોઈને કોઈ ભાષા બોલવા માટે મજબૂર ના કરી શકો. જોકે, લોકોએ પણ તેઓ જ્યાં રહે છે, કમાય છે, એ જગ્યાની ભાષા શીખવાનો અભિગમ રાખવો જોઈએ. જો હું વિદેશ જાવ છું તો મને ગૂગલની મદદ લઈને ત્યાંની ભાષા સમજવાનો પ્રયાસ કરું છું.
શિવ ઠાકરેએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે લોકોને મરાઠી ભાષા બોલવા માટે મજબૂર કરવા કે બળજબરી કરવી એ ખોટું છે, પરંતુ તેમનો ઈરાદો સાચો છે. મુંબઈમાં રહેતાં લોકોને મરાઠી ભાષા આવડવી જોઈએ. જો હું કોઈ બીજા રાજ્યમાં પણ જાવ છું તો ત્યાંની ભાષા શિખવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ જો કોઈ તમારી ભાષા નથી બોલતું તો તેને મારવું યોગ્ય નથી. જો હું ગુજરાત કે આસામ જેવી જગ્યાએ જાવ તો ત્યાંની સ્થાનિક ભાષાના કેટલાક શબ્દ શીખું છું, જેથી સ્થાનિકોને પણ એ ગમે.
આ પણ વાંચો: હવે મરાઠી ભાષાના વિવાદમાં ઉદ્ધવની સેનાએ ઝંપલાવ્યું તો રાજ ઠાકરેએ કહ્યું કે…
અત્રે ઉલ્લેખનીય છે હાલમાં જ કેટલીક એવી ઘટનાઓ સામે આવી જ્યાં મરાઠી ભાષા ના બોલવા પર લોકો સાથે મારપીટ કે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. આ કારણે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ભાષાને લઈને મોટો વિવાદ છંછેડાઈ ગયો છે. જોઈએ, હવે શિવ ઠાકરેનું આ મુદ્દે આપવામાં આવેલું નિવેદન કેટલો અને કયો નવો વિવાદ છંછેડે છે.
શિવ ઠાકરેના વર્કફ્રન્ટની વાત કરીએ તો પહેલાં તેણે બિગ બોસ મરાઠી અને બાદમાં સલમાન ખાનના રિયાલિટી ટીવી બિગ બોસમાં ભાગ લીધો હતો.