Sion-Dharavi વચ્ચે પ્રવાસ કરવાના છો? આજ રાતથી આ બ્રિજ પર ભારે વાહનોને No Entry
મુંબઈઃ મધ્ય રેલવેએ ૨૧થી ૨૨ જૂનની મધ્યરાત્રિ સુધી સલામતીના પગલા તરીકે સાયન રોડ ઓવર બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે. મધ્ય રેલ્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રોડ ઓવર બ્રિજ હાલમાં ખરાબ સ્થિતિમાં છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મુંબઈએ તેમના સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટમાં રોડ ઓવર બ્રિજને અસુરક્ષિત જાહેર કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાંની જરૂર છે અને આ રોડ ઓવર બ્રિજના એપ્રોચ રોડના બંને છેડા પર ૩.૬૦ મીટર સુધીની ઊંચાઈગેજ સ્થાપિત કરવાની દરખાસ્ત છે.
મધ્ય રેલ્વેના અધિકારીએ જણાવ્યું હતું કે,અમે ટ્રાફિક વિભાગને મુસાફરો માટે યોગ્ય ટ્રાફિક નિયમો જારી કરવા વિનંતી કરી છે. સાયન રોડ ઓવર બ્રિજ નબળી સ્થિતિમાં હોવા ઉપરાંત, સીએસએમટી -કુર્લા વચ્ચેની સૂચિત ૫મી અને ૬ઠ્ઠી રેલ લાઇનને નડતરરૂપ છે અને તેથી તેને તોડીને પુનઃનિર્માણ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વિકાસ કે વિનાશ ? અમદાવાદમાં પાંજરાપોળ જંકશન પર બ્રિજ બનાવવા 80 વૃક્ષોનું થશે નિકંદન
પુનઃનિર્માણનો હેતુ મધ્ય રેલ્વે પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કુર્લા વચ્ચે બે વધારાની રેલવે લાઇન નાખીને મેલ/એક્સપ્રેસ અને ઉપનગરીય ટ્રેનોને અલગ પાડવાનો હતો. વધારાની રેલ લાઈનો સમાવવા માટે રોડ ઓવર બ્રિજમાં ગર્ડર્સનો ગાળો હાલના ૩૦ મીટરથી વધારીને ૪૯ મીટર કરવાની જરૂર છે.
૧૯૧૨ની સાલનો, રોડઓવર બ્રિજ ધારાવી, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચેની એક મહત્વપૂર્ણ કડી છે, જેના બંધ થવાથી પૂર્વ-પશ્ચિમના ટ્રાફિકમાં વિક્ષેપ પડશે અને મોટરચાલકોને કુર્લા થઈને જવું પડશે. જાન્યુઆરીથી, મધ્ય રેલ્વે દ્વારા સંપૂર્ણ યોજનાઓ બનાવવા છતાં સાયન પુલનું કામ ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યું હતું