આમચી મુંબઈમહારાષ્ટ્ર

ટ્રાફિક પોલીસકર્મીઓને લાંચ આપીને કંટાળેલા રિક્ષાચાલકે ઝેર પીધું

થાણે: ટ્રાફિક પોલીસકર્મીઓને દરરોજ લાંચ આપવી પડતી હોવાથી કંટાળેલા રિક્ષાચાલકે ગુરુવારે ઝેર ગટગટાવ્યું હતું. ઉલ્હાસનગરના મ્હારાલમાં રહેનારા રિક્ષાચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોઇ તેની તબિયત સ્થિર છે.
‘હપ્તો’ ન આપવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા નક્કી થયા મુજબ આઠ દિવસમાં રિક્ષાચાલક પાસેથી રૂ. 11,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મ્હારાલ ખાતેની ટ્રાફિક પોલીસ ચોકી થાણે ગ્રામીણ પોલીસની હદમાં આવે છે.

ઉલ્હાસનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રિક્ષાચાલક રાજા બાબુ શેખે જણાવ્યું હતું કે જો મેં મ્હારાલ ખાતે ટ્રાફિક પોલીસ ઓફિસરને માસિક રૂ. 300 ચૂકવું તો તે વધારાના પેસેન્જરને લઇ જવા બદલ મને દંડ નહીં કરે. જો હું પૈસા ચૂકવવામાં વિલંબ કરું તો તે શહાડ ફાટકથી મ્હારાલ અને વડાપા કાંબા સુધી વધારાના પેસેન્જરને લઇ જવા બદલ મને દંડ કરશે.

આ પણ વાંચો: વડોદરામાં 450 ટ્રાફિક પોલીસકર્મીઓને મળ્યા એર-કન્ડિશન્ડ હેલ્મેટ, જાણો તેની વિશેષતા

આ મહિને હું તેને માસિક હપ્તો ચૂકવવામાં નિષ્ફળ ગયો, જેને કારણે તે આ અઠવાડિયે દરરોજ મને સતત દંડ ફટકારી રહ્યો હતો. આથી કંટાળી મેં ઝેર પીધું હતું. હું ચૂકવવા માટે આટલા પૈસા ક્યાંથી લાવીશ? એવું તેણે જણાવ્યું હતું.

હોસ્પિટલના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર શેખની તબિયત સ્થિર છે. તેના ઝેર પીવાની અને ટ્રાફિક પોલીસ સાથે વાત કરવાની ઘટના મોબાઇલમાં રેકોર્ડ થઇ હતી. આ ઘટના બાદ ઓટો રિક્ષા યુનિયન આક્રમક બન્યું હતું અને હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિક્ષા યુનિયનના પ્રમુખ શેખને મળ્યા હતા અને પોલીસ કાર્યવાહીની માગણી કરી હતી.

દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરવા બદલ કલ્યાણ તાલુકા પોલીસે શેખ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર ઠાકુરે જણાવ્યું હતું કે મેં આ પ્રકરણે તપાસનો આદેશ આપ્યો છે. પીઆઇ દરજ્જાનો ઓફિસર તપાસ કરશે અને બાદમાં યોગ્ય પગલાં લેવાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker