આપણું ગુજરાત

હૈ તૈયાર હમઃ અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર 15 હજાર પોલીસકર્મીઓનું રિહર્સલ

અમદાવાદઃ શહેરમાં આગામી 7મી જુલાઈ અષાઢી બીજને દિવસે યોજાનારી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામા સુરક્ષા માટે 18 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ પર રહેશે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શહેરમાં યાત્રાના સમગ્ર રૂટ પર આજે 15, 000 વધુ પોલીસ કર્મીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશ્નર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું છે.

જમાલપુર જગન્નાથ મંદિરેથી લઈ સરસપુર સુધીના રૂટ પર પોલીસ કર્મીઓએ રિહર્સલ કર્યું હતું. 15 હજાર પોલીસકર્મીઓ અને એક હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી રિહર્સલમાં જોડાયા હતાં. અમદાવાદ પોલીસની સાથે રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. અમદાવાદમાં આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.
અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજ પર રહેવાના છે.

રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તૈનાત રહેશે. 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જાણાવ્યુ કે 47 જેટલા લોકેશન્‍સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી 1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ