આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં એચઆઈવી જનજાગૃતિ માટે ત્રણ મોબાઈલ વૅન

વર્ષભરમાં એચઆઈવી અને ગુપ્તરોગની ૪૬,૯૫૮ પરીક્ષણ કરવામાં આવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ જિલ્લા એડ્સ નિયંત્રણ સંસ્થા મારફત મુંબઈ મહાનગરમાં આવેલી ઝૂંપડપટ્ટી અને જોખમી વિસ્તારોમાં એચઆઈવી કાઉન્સેલિંગ અને બ્લડ ટેસ્ટ તેમ જ જનજાગૃતિ કરવા માટે મંગળવારે ત્રણ નવી મોબાઈલ વૅનનું લૉન્ચ કરવામાં આવી હતી. આ વાહનોનો ઉપયોગ એચઆઈવી અને ગુપ્ત રોગ જનજાગૃતિ અને ટેસ્ટિંગ માટે કરવામાં આવવાનો છે.

પાલિકાના જણાવ્યા મુજબ મુંબઈ મહાનગરપાલિકા, સરકારી હૉસ્પિટલ અન્ે પ્રસૂતિગૃહમાં કુલ ૫૦ કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ સેન્ટર ચાલી રહ્યા છે. તેમાં હવે નવેસરથી ખરીદવામાં આવેલી આ ત્રણ મોબાઈલ વેન ઝૂંપડપટ્ટી અને જોખમી વિસ્તારોમાં ઉપયોગી સાબિત થશે. આ વેન મુંબઈ જિલ્હા એડ્સ નિયંત્રણ સંસ્થાને સોંપવામાં આવશે.

આ સંસ્થા દર મહિને ૧૦૦ કરતા વધુ એચઆઈવી અને ગુપ્તરોગ જનજાગૃતિ ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરતી હોય છે. એચઆઈવી અને ગુપ્ત રોગ ટેસ્ટ કરવા માટે મુંબઈ શહેર અને ઉપનગરમાં બિનસરકારી સંસ્થા મારફત દરરોજ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

મુંબઈ જિલ્લા એડ્સ નિયંત્રણ સંસ્થાના ગયા વર્ષના આંકડા મુજબ ટ્રકડ્રાઈવર, ક્લિનર અને સ્થળાંતરિક કામગારો એ જોખમી શ્રેણીમાં આવતા લોકો માટેે ૪૬,૯૫૮ જેટલી ગુપ્તરોગ અને એચઆઈવી ટેસ્ટ આ ફરતી મોબાઈલ વેનના મારફત કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button