હોટેલ તાજ અને એરપોર્ટ પર બોમ્બ પ્લાન્ટ કરાયાની ધમકી
મુંબઈ: મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમને કૉલ કરી હોટેલ તાજ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ પ્લાન્ટ કરાયા હોવાની ધમકી આપવામાં આવી હતી. જોકે બંને સ્થળે તપાસ કરતાં કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી અને બોમ્બની વાત અફવા સાબિત થઇ હતી.
પોલીસ ક્ધટ્રોલ રૂમને સોમવારે બપોરેના અજાણી વ્યક્તિએ કૉલ કર્યો હતો. તેણે હોટેલ તાજ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હોવાની ધમકી આપી હતી. કૉલ કરનાર વ્યક્તિએ બાદમાં કૉલ કટ કરી દીધો હતો.
આ કૉલને ગંભીરતાથી ગંભીરતાથી લઇને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તેની જાણ કરાઇ હતી.
દરમિયાન પોલીસ ટીમે તાત્કાલિક ઉપરોક્ત બંને સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી, પણ કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. પોલીસે બાદમાં જે નંબર પરથી ધમકીભર્યો કૉલ આવ્યો હતો, તેને ટ્રેસ કરતાં તે ઉત્તર પ્રદેશથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે નંબર સ્વીચ ઓફ્ફ હોવાનું જણાયું હતું.