આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર
આ મુંબઈ છે, ઉત્તર પ્રદેશ નહીં: ઉશ્કેરણીજનક વીડિયો બનાવનારા મીરા રોડના તોફાનીની ધરપકડ

મુંબઈ: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં રામભક્તોની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યા બાદ એક વીડિયો વાઈરલ કરીને રામભક્તોને ચેતવણી આપનારા અબુ શેહમા શેખની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.
અબુએ પોતાના વાઈરલ વીડિયોમાાં કહ્યું હતું કે આ યુપી (ઉત્તર પ્રદેશ) નથી, આ મુંબઈ છે. ત્યારબાદ તેણે અનેક કોમવાદી ટિપ્પણીઓ કરી હતી અને રામ ભક્તોને ધમકીઓ આપી હતી.
ડીસીપી જયંત બજબલેએ મંગળવારે કહ્યું હતું કે બે સમાજ વચ્ચેની અથડામણના કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયા હતા. આમાં એક વીડિયો અબુ શેખ નામની વ્યક્તિનો હતો. જેમાં તેણે લોકોની ભડકામણી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે વ્યક્તિએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે અને બે દિવસની પોલીસ કસ્ટડી માગવામાં આવી છે.