આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં શનિ-રવિના રહેશે વિશેષ બ્લોક, જાણો કયા કોરિડોરમાં થશે અસર?

મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે મોનોપોલના સ્થળાંતર/ડાઇવર્ઝન/ઊંચાઈ વધારવા માટે શનિવાર અને રવિવારે એટલે કે પહેલી અને બીજી માર્ચ 2025ના બ્લોક રહેશે.
આ બ્લોક એટલે કે પહેલી માર્ચના સવારે 10.30 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી અને બીજી માર્ચના સવારના 09.50 વાગ્યાથી સવારના 10.50 સુધી મુખ્ય અપ અને ડાઉન લાઇન પર રહેશે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.
આપણ વાંચો: પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે રહેશે વિશેષ નાઈટ બ્લોક
પહેલી માર્ચના ટર્મિનેટ/રદ કરાયેલી ટ્રેન
- વિરારથી સવારના 09.30 કલાકે ઉપડતી વિરાર-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે ટૂંકાવવામાં આવશે અને તેથી ટ્રેન નંબર 93013 અને 93014 વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ચર્ચગેટથી 08.49 કલાકે ઉપડતી ટ્રેન નંબર 93015 ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી ટ્રેન નંબર 93015 અને 93016 વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
બીજી માર્ચની ટર્મિનેટ/રદ કરાયેલી ટ્રેન
- ચર્ચગેટથી સવારના 07.42 કલાકે ઉપડતી ટ્રેન નંબર 93011 ચર્ચગેટ-દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે ટર્મિનેટ થશે અને તેથી ટ્રેન નંબર 93011 અને 93012 વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- વિરારથી 09.30 કલાકે ઉપડતી ટ્રેન નંબર 93013 વિરાર-દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટર્મિનેટ થશે અને તેથી ટ્રેન નંબર 93013 અને 93014 બોઈસર અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.