મધ્ય રેલવેમાં આવતીકાલે રાતના આ લાઈનમાં રહેશે નાઈટ બ્લોક
મુંબઈ: મધ્ય રેલ્વેના ઉલ્હાસનગર સ્ટેશન નજીકના ફૂટઓવર બ્રિજ (એફઓબી)ના કામકાજ માટે કલ્યાણ અને અંબરનાથ અપ અને ડાઉન લાઈનમાં આવતીકાલે શનિવારે રાતના ૧.૨૦ વાગ્યાથી રાતે બે કલાક માટે આ બ્લોક લાગુ કરવામાં આવશે.
કલ્યાણ અને અંબરનાથ અપ અને ડાઉન લાઈનમાં બ્લોકને લીધે અનેક લોકલ ટ્રેન રદ કરવામાં આવી છે, જેમાં રાતની ૧૧.૫૧ વાગ્યાની સીએસએમટીથી અંબરનાથ લોકલ અને ૧૦.૦૫ અને ૧૦.૧૫ વાગ્યાની અંબરનાથથી સીએસએમટી જતી લોકલ રદ કરવામાં આવશે.
ફૂટઓવર બ્રિજના કામ માટે લાદવામાં આવેલા બોલ્કને લીધે સીએસએમટીથી અંબરનાથ જતી ૧૨.૦૪ની લોકલને કુર્લા સુધી અને સીએસએમટીથી કર્જત જતી ૧૨.૨૪ વાગ્યાની લોકલ ટ્રેનને થાણે સુધી જ ચલાવવામાં આવશે, જ્યારે કર્જતથી સીએસએમટી રવાના થતી લોકલ ટ્રેનને ૨.૩૩ વાગ્યાની લોકલ ટ્રેન સવારે 4.04 વાગ્યે રવાના કરવામાં આવશે.
મધ્ય રેલવેએ માહિતી આપી હતી કે સીએસએમટીથી કર્જત જનારી છેલ્લી લોકલ સાડા અગિયાર વાગ્યે છૂટશે અને ખપોલીથી સીએસએમટી જતી લોકલ રાતના ૧૦.૧૫ વાગ્યે રવાના થશે. સીએસએમટીથી કર્જત જનારી પહેલી લોકલ સવારે ૪.૪૭ વાગ્યે રવાના કરવામાં આવશે, એમ મધ્ય રેલવેએ તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.