આમચી મુંબઈમહારાષ્ટ્ર
ગુરુવારથી શુક્રવાર 24 કલાક માટે મુંબઈના આ વિસ્તારોમાં રહેશે ૧૦ ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈતરણા પાઈપલાઈનમાં ગુરુવારથી શુક્રવાર દરમિયાન ૨૪ કલાક સુધી સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ સમારકામને કારણે ‘એલ’ વોર્ડ કુર્લા અને ‘એસ’વોર્ડ ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તો અમુક વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે.
મુંબઈ મહાનગરપાલિકાની પવઈ વેન્ચુરી ખાતે અપર વૈતરણા અને વૈતરણા વચ્ચેની ૯૦૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં ગળતર જણાઈ આવ્યું છે. આ ગળતરે રોકવા માટે પાલિકાના પાણીપુરવઠા ખાતાના દ્વારા મેઈન વૈતરણા પાઈપલાઈન ભાંડુપ કૉમ્પ્લેક્સથી મરોશી ટનલ સુધી ખાલી કરવી આવશ્યક છે.
આ પાઈપલાઈન ખાલી કરીને તેનું સમારકામ ગુરુવાર, ચાર જાન્યુઆરી, ૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યાથી શુક્રવાર, પાંચ જાન્યુઆરી, ૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યા સુધી ૨૪ કલાક કરવામાં આવવાનું છે. તેથી મુંબઈ શહેરના પાણીપુરવઠાને અસર થવાની છે.