મહાયુતિમાં ‘મનસે’ને લેવાથી કોઈ ફાયદો નથીઃ આ નેતાએ આપ્યું મોટું નિવેદનઆપણ વાંચો:મહાયુતિમાં ‘મનસે’ને લેવાથી કોઈ ફાયદો નથીઃ આ નેતાએ આપ્યું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ને સાથે લઇને શિવસેના માટે હંમેશાં માટે મહાયુતિના દ્વાર બંધ કરી દેવાની યોજના ચાલતી હોવાની ચર્ચા છે ત્યારે મહાયુતિના જ એક મોટા નેતાએ મનસે વિરુદ્ધ જણાય તેવું નિવેદન આપતા હોબાળો મચ્યો છે.
આ નિવેદનના કારણે મનસે મહાયુતિને આ ચૂંંટણીમાં સમર્થન આપે અથવા પોતે જ મહાયુતિમાં સામેલ થાય તેની ચર્ચાને અસર થાય તેવી શક્યતા છે. કેન્દ્રીય પ્રધાન તેમ જ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આરપીઆઇ)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ મનસેને મહાયુતિમાં સામેલ કરવાથી કોઇ ફાયદો નહીં થાય, તેવું નિવેદન આપ્યું છે.
આઠવલેએ મનસે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મનસેને મહાયુતિમાં સામેલ કરીને મત મેળવવાની બાબતે ફાયદો થાય તેવું જણાતું નથી. રાજ ઠાકરે સાથે મારા વૈચારિક મતભેદ ભલે હોય પણ તે મારા મિત્ર છે. તે રાજ્યના નામદાર નેતા છે અને ઉત્તમ વક્તા પણ છે.
આપણ વાંચો: ભાજપ અને મનસે વચ્ચે ડીલ ફાઇનલ, પણ…
રાજ્યમાં મોટી સભાઓનું આયોજન કરવું અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરવું તે તેમની ઉત્તમ કળા છે. તેમની સભાને લોકોનો મોટો પ્રતિસાદ પણ મળે છે. જોકે, મનસેને ચૂંટણીમાં મતો નથી મળતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહાયુતિમાં એનસીપીમાંથી અજિત પવાર, શિવસેનામાંથી એકનાથ શિંદે, કૉંગ્રેસમાંથી અશોક ચવ્હાણ અને બાબા સિદ્દીકી જેવા નેતાઓ આવ્યા છે ત્યારે હવે મહાયુતિને રાજ ઠાકરેને સામેલ કરવાની જરૂર નથી. આઠવલેના આ નિવેદનથી રાજ ઠાકરે સાથે મહાયુતિની થતી ચર્ચા ઉપર અવળી અસર થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.