આમચી મુંબઈમહારાષ્ટ્ર

પાલક પ્રધાનોની ખેંચતાણ પૂરી થઇ

રાજ્યના 12 જિલ્લાના પાલક પ્રધાનોની સુધારેલી યાદી બહાર પાડવામાં આવી

મુંબઈઃ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં પાલક પ્રધાનોની નિમણૂક અંગે સ્થિતિ સ્પષ્ટ થતી નહોતી. સ્વતંત્રતા દિવસ પર પણ અનેક જગ્યાએ વહીવટી અધિકારીઓએ ધ્વજ ફરકાવ્યો હતો. પુણેના પાલક પ્રધાન કોણ હશે તે અંગે પણ મૂંઝવણ હતી. આખરે આ અકળામણ દૂર થઈ ગઈ છે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે રાજ્યના 11 જિલ્લાના પાલક પ્રધાનોની સુધારેલી યાદી જાહેર કરી છે. આ સુધારેલી યાદી અનુસાર નાયબ મુખ્યપ્રધાન અજિત પવારને પુણે જિલ્લાનું પાલક પ્રધાન પદ સોંપવામાં આવ્યું છે જ્યારે ચંદ્રકાંત પાટીલ સોલાપુરના પાલક પ્રધાન હશે.

આજે અગિયાર જિલ્લાના વાલી મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અજિત પવાર જૂથના 7 મંત્રીઓને પાલક પ્રધાન પદ મળ્યું છે.

પુણે- અજિત પવાર, અકોલા- રાધાકૃષ્ણ વિખે- પાટીલ, સોલાપુર- ચંદ્રકાંત દાદા પાટીલ, અમરાવતી- ચંદ્રકાંત દાદા પાટીલ, ભંડારા- વિજયકુમાર ગામ, બુલઢાણા- દિલીપ વાલસે-પાટીલ, કોલ્હાપુર- હસન મુશ્રીફ, ગોંદિયા- ધર્મરાવ બાબા આત્રામ, બીડ- ધનંજય મુંડે, પરભણી- સંજય બનસોડે, નંદુરબાર- અનિલ ભા. પાટીલ અને વર્ધા – સુધીર મુનગંટીવાર

Show More

Related Articles

One Comment

  1. in progressive state maharastra has seen power struggle for CM post and it is shameful that lots of pending works is under string and nothing positive work has been done since ajit pawar is so much power hungry that he is not allowing shinde to fullfill his duty as CM and thus ajit pawar has to be kicked out immd. to allow shinde to do lot of progress work in state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning