રાજ્યમાં નવી મહાવિકાસ આઘાડીના એંધાણ?
એનસીપી-એસપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે એકનાથ શિંદેની મુલાકાત લેતાં રાજકીય વર્તુળોમાં અટકળોનું વાતાવરણ ગરમ
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) શરદ પવારના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે રાજ્યના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરી હતી. જિતેન્દ્ર આવ્હાડ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર ગયા હતા અને એકનાથ શિંદેને મળ્યા હતા.
તેમની મુલાકાત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જો કે આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાતને કારણે હવે રાજ્યમાં નવી મહાવિકાસ આઘાડીના ગઠનના પ્રયાસ ચાલી રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળમાં શરૂ થઈ ગઈ છે.
આ પહેલા ગણેશ ચતુર્થીના દિવસે જિતેન્દ્ર આવ્હાડ એકનાથ શિંદેના ઘરે ગયા હતા. તે સમયે પણ આ બંને નેતાઓ વચ્ચે લગભગ 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. જે બાદ જિતેન્દ્ર આવ્હાડ ફરી એકવાર એકનાથ શિંદેને મળ્યા છે. આ બંને વચ્ચેની બેઠકમાં ખરેખર શું ચર્ચા થઈ? તે હજુ અસ્પષ્ટ છે.
આપણ વાંચો: અજિત પવારની પાર્ટીના નેતાના દાવાથી ખળભળાટ, કહ્યું બેંક મુશ્કેલીમાં હોવાથી જોડાયો…
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ફરી મહાયુતિની સરકાર આવી હતી. જો કે હજુ સુધી મુખ્ય પ્રધાનપદની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી, એકનાથ શિંદે હાલમાં રાજ્યના કાર્યવાહક મુખ્ય પ્રધાન છે. આવી સ્થિતિમાં જિતેન્દ્ર આવ્હાડ એકનાથ શિંદેને મળ્યા છે. જેથી રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઈ છે.
દરમિયાન ગુરુવારે રાતે અમિત શાહની હાજરીમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લાગી હોવાની અને એકનાથ શિંદે નારાજ હોવાની માહિતી મળી રહી છે.
આપણ વાંચો: ‘ભેદભાવ કેમ? બહેન સુપ્રિયા સુળેએ અજિત દાદા માટે સુપ્રીમ કોર્ટમાં કરી આ માગણી…
પરંતુ ભાજપ દ્વારા હજુ સુધી દેવેન્દ્ર ફડણવીસના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ આ બેઠક બાદ એકનાથ શિંદે મહાયુતિની બેઠકમાં હાજર રહેવાને બદલે ગામડે જતા રહ્યા હોવાથી અટકળોએ જોર પકડ્યું છે.