આમચી મુંબઈનેશનલ

મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ રૂ. 1644 થયો

નવી દિલ્હી: ઈંધણના આંતરરાષ્ટ્રીય દરોને આધારે રવિવારે કરવામાં આવેલા ભાવમાં સુધારાને પગલે વિમાનો માટે વપરાતું જેટ ફ્યુઅલ અથવા એટીએફ 4.6 ટકા સસ્તું થયું હતું જ્યારે હોટેલો અને રેસ્ટોરન્ટમાં વાપરવામાં આવતા વ્યાવસાયિક 19 કિલોના સિલિન્ડરમાં રૂ. 39નો વધારો કરવામાં આવ્યો છે.

એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ની કિંમતમાં રૂ. 4,495.50 પ્રતિ કિલોલીટરનો એટલે કે 4.58 ટકા ઘટાડો કરરવામાં આવ્યો હતો અને હવે દેશની રાજધાનીમાં તેનો ભાવ રૂ. 93,480.22 પ્રતિ કિલોલીટર થઈ ગયો છે. ભાવમાં કરવામાં આવેલા આ ઘટાડાને કારણે એરલાઈન્સને રાહત મળશે જેમની ઓપરેટિંગ કોસ્ટમાં લગભગ 40 ટકા ફક્ત ઈંધણનો ખર્ચ હોય છે.

ભાવમાં કરવામાં આવેલો આ ઘટાડો સળંગ બે મહિનાના વધારા બાદ આવ્યો હતો. પહેલી ઑગસ્ટે ઈંધણના ભાવમાં બે ટકા વધારો એટલે કે રૂ. 1,827.34 પ્રતિ કિલોલીટર અને જુલાઈમાં 1.2 ટકા વધારો એટલે કે રૂ. 1,179.37 પ્રતિ કિલોલીટરનો કરવામાં આવ્યો હતો. આ પહેલાં જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલા કડાકાને પગલે 6.5 ટકાનો ઘટાડો (રૂ. 6,673.87 કિલોલીટર) થયો હતો.

આ પણ વાંચો: વિક્રોલીમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતાં એકનું મોત

મુંબઈમાં જેટ ફ્યુઅલની કિંમત પ્રતિ કિલોલીટર રૂ. 87,432.78 રહી હતી. જે પહેલાં રૂ. 91.650.34 પ્રતિકિલોલીટર હતી.
દરેક રાજ્યના દરમાં ફરક હોય છે કેમ કે સ્થાનિક કરો અલગ અલગ હોય છે.

આ સાથે દેશની ઓઈલ કંપનીઓએ કમર્શિયલ રાંધણ ગેસની કિંમતમાં 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં રૂ. 39 નો વધારો કરતાં હવે આ સિલિન્ડરના દર દિલ્હીમાં રૂ. 1,691.50, મુંબઈમાં રૂ. 1644, કોલકાતામાં રૂ. 1802.50 અને ચેન્નઈમાં રૂ. 1,855 થયા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે કમર્શિયલ ગેસની કિંમતમાં આ સળંગ બીજો વધારો છે. એક ઑગસ્ટે રૂ. 6.50 નો વધારો 19 કિલોના સિલિન્ડરમાં કરવામાં આવ્યો હતો. આ પહેલાં સળંગ ચાર મહિના સુધી કમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો નોંધાયો હતો અને ચાર મહિનામાં 19 કિલોના સિલિન્ડરના દરમાં કુલ રૂ. 148નો ઘટાડો થયો હતો.

જોકે ઘરગથ્થુ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો અને આ રાંધણગેસની કિંમત 14.2 કિલોના સિલિન્ડરની રૂ. 803 રહ્યા હતા. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button