આમચી મુંબઈમહારાષ્ટ્ર
‘ રે રોડ’ સ્મશાનભૂમિની ઈલેક્ટ્રિક ભઠ્ઠી ૧૫ દિવસ બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ‘રે રોડ’માં આવેલા હિંદુ વૈકુંઠધામ સ્મશાનભૂમિમાં ઈલેક્ટ્રિકભઠ્ઠીમાં ટેક્નિકલ સમારકામ અને જાળવણીનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ૧૭ ઑગસ્ટ, ૨૦૧૪થી ૩૧ ઑગસ્ટ, ૨૦૨૪ના સમયગાળા દરમિયાન ઈલેક્ટ્રિક ભઠ્ઠીની સેવા બંધ રહેશે.
સંબંધિત કામ પૂરા થયા બાદ ઈલેક્ટ્રિક ભઠ્ઠી ફરી ચાલુ કરવામાં આવશે. જોકે અહીં પારંપારિક પદ્ધતિએ અંતિમ વિધીની સેવા ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન નજીકમાં આવેલી ચંદનવાડી તથા વરલીની સ્મશાનભૂમિમાં રહેલી ઈલેક્ટ્રિક ભઠ્ઠીનો પર્યાય ઉપલબ્ધ રહેશે.