આમચી મુંબઈમહારાષ્ટ્ર
સુધરાઈની ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ રંગ લાવી!
૧૫ દિવસમાં ૧,૦૪૨ મેટ્રિક ટન કાટમાળ, ૧૩૯ મેટ્રિક ટન કચરો જમા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાલ મોટા પાયા પર ‘ડીપ ક્લિનિંગ ડ્રાઈવ’ ચલાવવામાં આવી રહી છે, જેમાં ૧૫ દિવસની અંદર જ મુંબઈના ૨૪ વોર્ડમાંથી કુલ ૧,૦૪૨ મેટ્રિક ટન ડેબ્રીજ, ૧૩૯ મેટ્રિક ટન ઘનકચરાનો જમા કરવામાં સફ્ળતા મળી છે.
બઈના નાગરિકોના નિરોગી આરોગ્ય માટે અને મુંબઈની સ્વચ્છતા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સંપૂર્ણ સ્વછતા ઝુંબેશ ચાલુ કરી છે. ત્રણ ડિસેમ્બર, ૨૦૨૩ના મુખ્ય પ્રધાનના હસ્તે આ ઝુંબેશનો આરંભ થયો હતો. છેલ્લા ૧૫ દિવસમાં કુલ ૧૦૪૨ મેટ્રિક ટન કાટમાળ, ૧૩૯ મેટ્રિક ટન કચરો જમા કરવામાં સફળતા મળી છે. તે માટે ૩,૭૦૦ કામગાર, કર્મચારીઓએ મહેનત કરી છે. મનુષ્યબળની સાથે જ ૩૩ જેસીબી, ૧૪૮ ડંપર, ૨૧ કૉમ્પેક્ટર, ૭૧ ફાયરેક્સ મશીન, ૬૯ વોટર ટેન્કર, નવ રોડ સ્વીપિંગ મશીન અને સાત મિસ્ટિંગ મશીન એમ કુલ ૩૬૭ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.