આ શહેરની હવા બની વધુ ઝેરી, આરોગ્ય વિભાગે લોકોને કરી આ અપીલ
મુંબઈઃ પાટનગર સહિત આર્થિક પાટનગરની હવાની ગુણવત્તા નબળી બની રહી છે, જે આરોગ્ય માટે જોખમી છે. મહારાષ્ટ્રમાં ટવિન સિટી મુંબઈની હવા બગડવાની સાથે હવે પુણેમાં જોખમ ઊભું થઈ રહ્યું છે, ત્યારે નાગરિકોને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો છે.
મુંબઈમાં અનેક દિવસોથી પ્રદૂષણનું પ્રમાણ વધતાં હવાની ગુણવત્તા નબળી બની રહી છે. તેમજ હવે મુંબઈની સાથે સાથે પુણેમાં પણ હવાની ગુણવત્તા નબળી થતાં ચિંતા વધી ગઈ છે. પુણેમાં સવારથી હવામાં ધૂળ કણોનું પ્રમાણ વધવાને લીધે પ્રદૂષણમાં વધારો થયો હતો. મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણે સૌથી વધારે પ્રદૂષિત શહેરોની યાદીમાં નોંધાયા છે.
આ શહેરોમાં હવા ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઇ) ૨૦૦ અંકને વટાવી ગયું હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને માસ્ક અને રૂમાલનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય નિયામકે રાજ્યના જિલ્લા સર્જનોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં નાગરિકોને આ અંગે અવાહન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો અને પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને ખાસ કાળજી લેવા વિનંતી કરવામાં આવી હતી