આમચી મુંબઈ

Metro-3 માટે આવ્યા સૌથી મોટા સમાચાર, આગામી મહિનાથી થશે આની શરુઆત

મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)એ આરેથી બીકેસી સુધી કોલાબા-બાંદ્રા-સિપ્ઝ મેટ્રો થ્રીના પહેલા તબક્કાને સેવામાં લાવવા માટે વધુ એક પગલું આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. તદનુસાર ટ્રાયલ રનનો પ્રથમ તબક્કો એટલે કે ટેસ્ટ નવેમ્બરથી શરૂ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એમએમઆરસી મુંબઈની પ્રથમ ૩૩.૫ કિમીની ભૂગર્ભ લાઇનનું નિર્માણ કરી રહી છે. આ માર્ગનું કામ બે તબક્કામાં થઈ રહ્યું છે અને હાલમાં આરેથી બીકેસી સુધીના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ પહેલા તબક્કાની ટેસ્ટ નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે.

આ અગાઉ આઠમી ઓક્ટોબરે વિદ્યાનગરી અને એમઆઈડીસી મેટ્રો સ્ટેશનની વચ્ચે સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી હતી. મેટ્રો-થ્રી લાઈનને મુંબઈ મેટ્રો એક્વા અથવા કોલાબા-બાંદ્રા સિપ્ઝ લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે.
એમએમઆરસી ડિસેમ્બરના અંત સુધીમાં આ માર્ગને સેવામાં મૂકવા માગે છે. તેથી જ હવે એમએમઆરસીએ આ પ્રથમ તબક્કો શરૂ કરવા માટે વિવિધ પ્રકારના પરીક્ષણો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એમએમઆરસીના એક વરિષ્ઠ અધિકારીએ મેટ્રો ૩ નું ટ્રાયલ નવેમ્બરથી શરૂ કરવાના સમાચારની પુષ્ટિ કરી હતી.

જો કે, નવેમ્બરમાં તે કયા દિવસથી શરૂ થશે તે જોવું રહ્યું. આ સિવાય પરીક્ષણો પૂર્ણ કરવામાં અને મેટ્રો કમિશનર, મેટ્રો રેલ સેફ્ટી (સીએમઆરએસ) પાસેથી સલામતી પ્રમાણપત્ર મેળવવામાં અને વાસ્તવિક મેટ્રો પરિવહન સેવામાં દાખલ થવામાં થોડો સમય લાગશે. તેથી ડિસેમ્બરના અંત સુધીમાં ચાલુ કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કામાં બીકેસીથી કફ પરેડ વચ્ચે જૂન, 2024 સુધીમાં ચાલુ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ