આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ-નવી મુંબઈને જોડતી લિંક માટે આવ્યા સૌથી મોટા સમાચાર, આટલા ટકા કામ પૂર્ણ

મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈ મહાનગરીને નવી મુંબઈ સાથે જોડવા માટે એમટીએચએલનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે, જેના માટે સૌથી સારા સમાચાર એ છે કે નિર્ધારિત ડેડલાઈન પૂર્વે કામ પાર પાડવામાં આવ્યું છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ (એમટીએચએલ)નું 96 ટકા કામ ડિસેમ્બરની ડેડલાઈન પૂર્વે પૂર્ણ કરી દીધું છે. કેટલાક જરૂરી કામ પૂર્ણ થઈ ગયા છે અને હવે વીજળીના થાંભલા, સીસીટીવી કેમેરા અને ટોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કામને હવે પ્રાધાન્ય આપવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એમએમઆરડીએ અધિકારીએ જણાવ્યું હતું કે શિવડી વિસ્તાર (શિવડી, શિવાજીનગર અને ચિરલે જંકશન) પાસેના સ્થાનિક માર્ગને જોડતા બધા રેમ્પ તૈયાર થઈ ગયા છે. માર્ગના બીજા કામ અત્યારે ચાલી રહ્યા છે. ચિરલે અને એક્સપ્રેસવે જોડતી વ્યવસ્થા માટે બોલી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે 1212 ઈલેક્ટ્રિક પોલ ઊભા કરવાના છે, જેમાંથી 629 થાંભલા જગ્યા પર તૈયાર છે. મહારાષ્ટ્ર સરકાર માટે ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રોજેક્ટનું સૌથી મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે, જેનું કામકાજ પૂરું થયા પછી પરિવહન ક્ષેત્રે મુંબઈગરાઓને સૌથી વધુ ફાયદો થશે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કને શિવડી-ન્હાવા શેવા ટ્રાન્સ હાર્બર લિંન્ક (છ લાઈન) સત્તાવાર રીતે શ્રી અટલ બિહારી વાજપેઈ ટ્રાન્સ હાર્બર લિન્ક તરીકે ઓળખવામાં આવે છે, જે તૈયાર થઈ ગયા પછી મુંબઈથી નવી મુંબઈ પહોંચવાનું વધુ ઝડપી બનશે. પ્રસ્તાવિત પ્રોજ્કટ માટે રુપિયા 17,843 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button