આમચી મુંબઈ

રમખાણોના આરોપીને 31 વર્ષ પછી મળી મુક્તિ, જાણો મુંબઈનો કિસ્સો?

મુંબઈ: 1993માં મુંબઈમાં કોમી રમખાણો વખત ભાંડુપ સ્થિત એક બેકરી અને એક ઘરને આગ લગાવવામાં આવી હતી. આ હિંસા દરમિયાન ભીડમાં સામેલ થવા બદલ પંચાવન વર્ષના એક ફેરિયાની ધરપકડ કરવામાં આવી હતી. 31 વર્ષ પહેલા 1993માં મુંબઈમાં રમખાણો થયા હતા.

એ વખતના કોમી રમખાણ દરમિયાન ભાંડુપમાં ન્યુ બોમ્બે બેકરી અને ઘરને આગ લગાવી હતી. આ ભીડમાં ભાગ લેવાના કિસ્સામાં પંચાવન વર્ષના આરોપીને પુરાવાના અભાવે ગયા અઠવાડિયે કોર્ટે તેને નિર્દોષ સાબિત કરી છોડ્યો હતો. 16મી જાન્યુઆરી 2024માં હરીશ ચંદ્ર નાદરના ફેરિયાની પોલીસે ધરપકડ કરી હતી અને તેને જમીન આપવાની પણ મનાઈ કરી હતી. જોકે કેસ અદાલતમાં જતાં આ મામલાનો અંત આવ્યો છે.

12 જાન્યુઆરી 1993માં સવારે 10 વાગ્યાની આસપાસ 40-50 લોકોની ભીડે ભાંડુપની ન્યુ બોમ્બે બેકરી અને એક ઘરને આગ લગાવી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ પર નીકળેલી પોલીસને આ બાબતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પણ હિંસાના આરોપીઓને પકડવામાં પોલીસ અસફળ રહી હતી. જોકે આ મામલે ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: NCERT syllabus: બાબરી ધ્વંશ, ગુજરાત રમખાણો અને હિન્દુત્વ રાજકારણના સંદર્ભો બદલવામાં આવ્યા

આ ગુનાની તપાસ પૂર્ણ થયા બાદ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ આરોપીઓમાં આનંદ કુમાર અને શશિ તિવારી અને બીજા બે આરોપીઓ હતા. આનંદ કુમાર અને શશિ તિવારી બંને આજની તારીખમાં પણ ફરાર છે અને ચોથા આરોપીને પુરાવા ન મળતા 2001માં નિર્દોષ સાબિત કરી તેને છોડવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન માત્ર બે સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘટનાસ્થળે હાજર રહેલા એક પોલીસે કહ્યું હતું કે તેમણે માત્ર બેકરીને બળતા જ જોઈ હતી.

પોલીસના આવ્યા બાદ હિંસામાં સામેલ થયેલા 40-50 લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને આરોપીઓને પકડવામાં પણ પોલીસને અસફળતા મળી હતી. આ બેકરી સાથે નજીકના એક ઘરને પણ આગ લગાવવામાં આવી હતી, પણ ઘરનો માલિક ગામમાં જતાં ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ, માત્ર ઘર અને બેકરીને મોટું નુકસાન થયું હતું. આ કેસની સુનાવણી દરમિયાન પોલીસ કે ઘરનો માલિક ઘટનાસ્થળે હાજર ન રહેતા અદાલતે ત્રીજા આરોપી હરીશ ચંદ્ર નાદરને નિર્દોષ જાહેર કર્યો હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button