થાણેમાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં મુંબ્રા, દિવા, કલવા, માજિવાડા, માનપાડા તેમ જ વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગુરુવારથી ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે.
મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમઆઈડીસી)ની પાણીપુરવઠા યોજના હેઠળ પાઈપલાઈનનું કટાઈ નાકાથી શીળ ટાકી સુધી તાત્કાલિક સમારકામ કરવામાં આવવાનું છે. તેથી તેમના તરફથી કરવામાં આવતો પાણીપુરવઠો ૩૦ મેના રાતના ૧૨ વાગ્યાથી શુક્રવાર ૩૧મે, ૨૦૨૪ના રાતના ૧૨ વાગ્યા સુધી ૨૪ કલાક માટે બંધ રહેશે. આ શટડાઉનને કારણે થાણે મહાનગરપાલિકાના મુંબ્રા, દિવા, કલવા, માજિવાડા, માનપાડા તેમ જ વાગલે એસ્ટેટ વિસ્તારમાં પાણીપુરવઠો કરવામાં આવે છે.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડ: સરકાર આકરા પાણીએ, 2021થી અત્યાર સુધીના અધિકારીઓને સીટનું તેડું
પાણીપુરવઠો પૂર્વવત્ થયા બાદ પણ એકાદ-બે દિવસ ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તેથી આ સમય દરમિયાન પાણી સંભાળીને વાપરવાની પાલિકાએ નાગરિકોને અપીલકરી છે.