આપણું ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ: સરકાર આકરા પાણીએ, 2021થી અત્યાર સુધીના અધિકારીઓને સીટનું તેડું

રાજકોટ: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસ માટે બનાવેલી સ્પેશિયલ ઇન્વસ્ટીગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદીએએ જવાબદાર અધિકારીઓ સામે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. સીટે વર્તમાન અધિકારીઓ ઉપરાંત 2021ના જૂન મહિનાથી ચાલુ થયેલ ટીઆરપી ગેમઝોનની મંજૂરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. તપાસ ટીમ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પીજીવીસીએલ, આરએન્ડબી સહિતના વિભાગોના અધિકારીઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટમાં વર્ષ 2021ના જૂન મહિનામાં શરૂ થયેલા ટીઆરપી ગેમઝોન વખતે શહેર તંત્રના વિવિધ ટોચના હોદ્દાઓ પર રહી ફરજ બજાવી ચુકેલા તત્કાલીન કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના આઇએએસ, આઇપીએસ અધિકારીઓ તેમજ ક્લાસ વન અધિકારીઓને પણ પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ સીટ દ્વારા કરી દેવામાં આવ્યો છે. ખુદ SITના વડા સુભાષ ત્રિવેદીએ 2021થી અત્યાર સુધીના તમામ ક્લાસ 1 અધિકારીઓને SIT સમક્ષ હાજર થવા માટે આદેશ કર્યો છે.

આ ઉપરાંત મોટી રકમનો ભ્રષ્ટાચાર આચરી આ ગેમઝોનને ગેરકાયદે ચાલવા દેવામાં આવ્યો હોવાથી એન્ટિકરબ્શન બ્યુરોની પાંચ જેટલી ટુકડીઓએ રાજકોટમાં ધામા નાખી ગેમઝોનને મંજુરી સબંધી જે-જે સરકારી વિભાગો અને તેના અધિકારીઓ જવાબદાર છે તેની તપાસ શરૂ કરી હોવાનું બહાર આવ્યું છે ટુંક સમયમાં એસીબી પણ ગુનો દાખલ કરી ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરશે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાબતે SITએ કહ્યું “કાટમાળ હટાવવાનો આશય તોડીને નાશ કરવાનો નહતો પરંતુ….

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સાત અલગ અલગ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા બાદ સ્પેશિયલ ઈન્વેટીગેશન ટીમ દ્વારા ત્રણ દિવસ સુધી પૂછપરછ કરાયા બાદ એસઆઈટીની ટીમ કોઈ નિષ્કર્ષ પર આવી શકી ન હતી. હવે આર એન્ડ બીના ઈજનેર પારસ કોઠિયા, ના.કા.ઈજનેર એમ.આર. સુમા, તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર વી.આર. પટેલ, ગાંધીગ્રામના તત્કાલીન પીઆઈ એન.આઈ. રાઠોડ, આર.એમ.સી.ના એટીપી ગૌતમ જોશી, આ.ઈજનેર જયદીપ ચૌધરી અને ફાયર ઓફિસર રોહિત હિગોરાને ડીજી ઓફિસ ખાતે વધુ પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પુછપરછ બાદ અનેક નવા ખુલાસા થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગાંધીનગરમાં સીટના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક મળી હતી. આજે સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મધ્યસ્થ રિપોર્ટ રજૂ કરતા જ ગૃહ મંત્રી દ્વારા તાબડતોડ કડક કાર્યવાહી અને બાકીની તપાસ પણ ઝડપથી પૂરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સીટના વડા સુભાષ ત્રિવેદીએ ફરી આવી ઘટના ના બને તેવી કાર્યવાહી કરવાની વાત કરી હતી. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે. બીજી બાજુ સાત સસ્પેન્ડેડ અધિકારીઓને ડીજી ઓફિસનું તેડું મોકલ્યું છે. ત્યાં તેમની ભૂમિકા વિશે પુછપરછ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટ અગ્નિકાંડ મામલે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તત્કાલીન (2021) IAS-IPS અધિકારીઓની ગેમઝોનની મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી. આ મામલે સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, બધા જ IAS-IPSઅધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી છે. એક-બે દિવસમાં તમામ અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress