કશેળી ખાડી પરના બ્રિજ પરથી પ્રૌઢે પાણીમાં કૂદકો માર્યો | મુંબઈ સમાચાર

કશેળી ખાડી પરના બ્રિજ પરથી પ્રૌઢે પાણીમાં કૂદકો માર્યો

થાણે: કશેળી ખાડી પરના બ્રિજ પરથી 53 વર્ષના પ્રૌઢે પાણીમાં કૂદકો માર્યો હોવાની ઘટના થાણેમાં બની હતી. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી પોલીસે ખાડીમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. બ્રિજ પરથી કશેળી ખાડીમાં કૂદકો મારનારા શખસની ઓળખ રાજકુમાર કૈલાશનાથ દુબે તરીકે થઈ હતી.

આપણ વાંચો: હે નિયતિ…તું આટલી નિષ્ઠુરઃ દીકરી વીડિયો શૂટ કરતી હતી ને પિતા પાણીમાં…

બનાવની જાણ થતાં જ નારપોલી પોલીસ, થાણે અને ભિવંડીના ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોટની મદદથી ખાડીમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ સાત કલાક સુધી સર્ચ ઑપરેશન ચાલ્યા છતાં દુબેની કોઈ ભાળ મળી નહોતી.

ઘટનાસ્થળે હાજર એક અધિકારીના જણાવ્યા મુજબ ખાડી ફરતેનાં ઝાડીઝાંખરાં, ખાડીમાંના ગંદા પાણી અને પાણીના વધતા પ્રવાહને કારણે સર્ચ ઑપરેશનમાં મુશ્કેલી પડી રહી હતી.

પોલીસના જણાવ્યા મુજબ દુબેએ આત્મહત્યાને ઇરાદે ખાડીમાં કૂદકો માર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button