ઠાકરે બંધુઓના પુનર્મિલનથી રાજકારણમાં ગરમાવો: ત્રણ મહિનામાં પાંચમી મુલાકાત

મુંબઈઃ આજકાલ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દો કોઈ હોય તો ઠાકરે બંધુના પુનર્મિલનનો જ છે. છેલ્લા ત્રણ મહિનામાં પાંચ વખત તેમની વચ્ચે મુલાકાતો થયા બાદ બંને પાર્ટીઓની સાથે સાથી પક્ષોમાં મોટી હિલચાલ તેજ થઇ હોવાનું માનવામાં આવે છે.
દશેરાના મેળાવડા વખતે ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું, પણ રાજ ઠાકરે હાજર રહ્યા નહોતા. હવે શિવસેના સાંસદ સંજય રાઉતના પૌત્રના નામકરણના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત એમસીએ ક્લબમાં યોજાયો હતો.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવે તો મહારાષ્ટ્રમાં શું બદલાશે, ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક?
ઉદ્ધવ ઠાકરેએ પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે સાથે હાજરી આપી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે પણ તેમની પત્ની શર્મિલા ઠાકરે સાથે હાજર હતા.
આ પહેલી વાર નથી જ્યારે બંને ભાઈઓ અનેક વખત મુલાકાત પણ થઈ છે. જોકે, છેલ્લા ત્રણ મહિનામાં આ તેમની પાંચમી મુલાકાત છે. સ્થાનિક સંસ્થા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સંભવિત ગઠબંધન માટે બે પક્ષો, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મનસે વચ્ચે વાતચીત ચાલી રહી છે, તેવો સંકેત બંને પક્ષો તરફથી ઘણીવાર અપાયો છે.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું પુનર્મિલનઃ જાણો અન્ય પક્ષોએ શું કહ્યું
આજે ઠાકરે પરિવાર સંજય રાઉતના પરિવારના કાર્યક્રમમાં સાથે જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ ઠાકરે બંધુઓ સાથે મળીને ચૂંટણી લડશે તો મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ શકે છે.
બંને ભાઈઓ કઈ તારીખે એકબીજાને મળ્યા હતા
. પાંચમી જુલાઈના બંને ભાઈઓ મરાઠી ભાષાના એક મહોત્સવમાં સ્ટેજ પર સાથે દેખાયા હતા.
. 27 જુલાઈના રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે માતોશ્રીની મુલાકાત લીધી હતી.
. 27ઓગસ્ટના ઉદ્ધવ ઠાકરેએ પહેલી વાર રાજ ઠાકરેના ગણેશોત્સવમાં હાજરી આપી હતી.
. 10 સપ્ટેમ્બરના બંનેએ બીજી ઔપચારિક મુલાકાત કરી હતી.
. આજે સંજય રાઉતના પરિવારના કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા