ટેસ્લાની અદ્યતન મોડેલ ‘વાય’ની ભારતમાં એન્ટ્રી, જાણો મહારાષ્ટ્ર કનેક્શન

મુંબઈઃ જાણીતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ટેસ્લા કાર ખૂબ ચર્ચામાં છે. અત્યારે કાર લવર્સ આતુરતાથી ટેસ્લાની નવી કારની ભારતમાં ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ કાર પ્રેમીઓની આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. કેમ કે ટેસ્લાએ તેના નવા મોડેલ વાયની ભારતમાં પહેલી ડિલેવરી કરી દીધી છે. આ કારની ધમાકેદાર ડિઝાઈન અને લોન્ગ લાસ્ટિંગ બેન્ટ્રીને લઈ લોકોમાં લોકપ્રિય બની છે. મહારાષ્ટ્રના પરિવહન મંત્રીને આ કાર મળી હતી. હવે, ઉદ્યોગ જગતમાંથી આઇનોક્સ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિદ્ધાર્થ જૈન ટેસ્લા મોડેલ વાય ખરીદનાર પ્રથમ ભારતીય ઉદ્યોગપતિ બન્યા છે.
ટેસ્લાએ આખરે ભારતમાં મોડલ વાયની ડિલિવરી શરૂ કરી દીધી છે, જેની શરૂઆત મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરણાઇકને આ કારની ડિલિવરી મળી હતી. ત્યાર બાદ, આઇનોક્સ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિદ્ધાર્થ જૈન પ્રથમ ભારતીય ઉદ્યોગપતિ બન્યા છે, જેમણે આ કારની ડિલિવરી મળી હોય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે આ તમારા માટે છે ઈલોન મસ્ક! ભારતની પ્રથમ ટેસ્લા કાર મેળવીને હું અત્યંત ખુશ છું. 2017માં ટેસ્લા ફ્રેમોન્ટ ફેક્ટરીની મુલાકાત લીધી ત્યારથી હું આ દિવસની રાહ જોઈ રહ્યો હતો! મારા સપના સાચા થયા!” આ પોસ્ટ પર એલોન મસ્કે પોતે જવાબ આપીને તેમને અભિનંદન આપ્યા.
ટેસ્લાએ ભારતમાં તેની હાજરી ઝડપથી વધારવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ 15 જુલાઈના મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં તેનો પહેલો શોરૂમ ખોલ્યો હતો ત્યાર બાદ 11 ઓગસ્ટના રોજ દિલ્હીના એરોસિટીમાં એક નવો શોરૂમ શરૂ કરવામાં આવ્યો. કંપની હાલમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, અને શરૂઆતમાં મુંબઈ, દિલ્હી, પુણે અને ગુરુગ્રામમાં ડિલિવરી પ્રાથમિકતા આપવામાં આવશે.
ટેસ્લાનું મોડેલ Y ભારતીય બજારમાં CBU તરીકે આયાત કરવામાં આવશે. જેની કિંમતો ₹59.89 લાખ (આશરે $1,000 USD) થી શરૂ થાય છે, જ્યારે લોંગ રેન્જ વેરિયન્ટની કિંમત ₹1,000 USD થી વધુ હશે. કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પર દેશભરમાં બુકિંગ શરૂ કરી દીધું છે. આ કારની ઓછી કિંમતો મધ્યમ વર્ગના ગ્રાહકોને પણ પોતાની તરફ આકર્ષે છે.
મોડેલ વાયમાં બે પ્રકારની બેટરી વિકલ્પો છે, જેમાં 60 kWh બેટરી જે એક વખત ચાર્જ પર 500 કિમી (WLTP પ્રમાણિત) સુધીની રેન્જ આપે છે, અને 75 kWh લોંગ રેન્જ વેરિયન્ટ જે 622 કિમી સુધી પહોંચે છે. કારમાં ઓટોનોમસ ડ્રાઇવિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે માટે વધારાના 6 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે પ્રીમિયમ વિશેષતાઓ, અદ્યતન સુરક્ષા તકનીક અને પરફેક્ટ ઇલેક્ટ્રિક પર્ફોર્મન્સથી આ કાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.