આમચી મુંબઈ

ગામદેવીમાં મંદિરમાંથી મુગટ, દાનપેટી ચોરનારા બે આરોપી નાકાબંધીમાં પકડાયા

મુંબઈ: દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં મંદિરમાંથી મુગટ અને દાનપેટી ચોરનારા બે આરોપીને વડાલા પોલીસે નાકાબંધીમાં પકડી પાડ્યા હતા.

વડાલા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રફીઉલ્લા એહસાનુલ્લા ખાન (26) અને રાજુ લક્ષ્મણ કાંબળે (21) તરીકે થઇ હતી. એન્ટોપ હિલ વિસ્તારમાં રહેનારા બંને આરોપીને બાદમાં વધુ તપાસ માટે ગામદેવી પોલીસને હવાલે કરાયા હતા.

આપણ વાંચો: ભિવંડીમાં ગોદામમાંથી 23.4 લાખના લેપટોપ ચોરનારા પકડાયા

વડાલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સોમવારે રાતે ઇસ્ટર્ન ફ્રી-વૅ નીચે ગોદરેજ જંકશન ખાતે નાકાબંધી કરીને વાહનોની ચકાસણી કરી રહ્યો હતો ત્યારે મોડી રાતે તેમણે શંકાને આધારે ટેક્સીને રોકી હતી. ટેક્સમાં હાજર બે શખસની તલાશી લેવાતાં તેમની પાસેથી લાલ રંગનું રતન લગાવેલું મુગટ તેમ જ દાનપેટી મળી આવી હતી.

આ અંગે પૂછપરછ કરાતાં તેમણે મુગટ અને દાનપેટી ગામદેવી વિસ્તારમાં ભૂલાભાઇ દેસાઇ રોડ પર આવેલા મંદિરમાંથી ચોર્યાં હોવાની કબૂલાત કરી હતી.

વડાલા પોલીસે બાદમાં ગામદેવી પોલીસનો સંપર્ક સાધતાં ત્યાં મંદિરમાં ચોરીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. આથી બંને આરોપીને ગામદેવી પોલીસને હવાલે કરાયા હતા, જેમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button